Western Times News

Gujarati News

ભારતના રાફેલનો મુકાબલો કરવા પાકને ચીન પાસેથી જે-૧૦સી ફાઇટર મળ્યું

ઇસ્લામાબાદ, પાકિસ્તાને ઔપચારિક રીતે ચીનના નવા ફાઈટર જેટ જે-૧૦સીને તેના સૈન્ય કાફલામાં સામેલ કર્યું છે. ફ્રેન્ચ બનાવટના રાફેલ ફાઈટર જેટને ભારતીય સેનામાં સામેલ કરવાથી ગભરાઈને પાકિસ્તાને ઉતાવળે ચીન પાસેથી આ વિમાનો મેળવી લીધા હતા.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આ પ્રસંગે કહ્યું હતું કે ચીનમાં બનેલા આ વિમાનોએ તેની સૈન્ય તાકાતમાં ઘણો વધારો કર્યો છે.
પાકિસ્તાનના પંજાબમાં મિન્હાસ કામરા એરબેઝ પર આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ઈમરાન ખાને વાયુસેનામાં જે ૧૦સી જેટને સામેલ કરવાને મોટી ઉપલબ્ધિ ગણાવી.

ભારતના રાફેલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દુર્ભાગ્યવશ આ ક્ષેત્રમાં અસંતુલન બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ તેના ઉકેલ તરીકે આજે આપણી સંરક્ષણ પ્રણાલીમાં મોટો વધારો થયો છે. ભારતનો આડકતરો ઉલ્લેખ કરતા ઈમરાન ખાને કહ્યું કે હવે કોઈપણ દેશે પાકિસ્તાન તરફ આક્રમકતાથી આગળ વધતા પહેલા બે વાર વિચારવું પડશે.

ઈમરાન ખાને કહ્યું કે લગભગ ૪૦ વર્ષ પહેલા જ્યારે અમેરિકાથી મળેલા એફ-૧૬ એરક્રાફ્ટને સેનામાં સામેલ કરવામાં આવ્યા ત્યારે આખો દેશ ખુશ હતો. હવે ફરી એકવાર એ તક આવી છે. પાકિસ્તાન હવે ચીન પાસેથી મળેલા જે૧૦સી વિમાનો દ્વારા પોતાને મજબૂત કરી રહ્યું છે.

તેણે માત્ર ૮ મહિનામાં જ આ પ્લેન આપવા માટે ચીનનો આભાર માન્યો હતો. આ અવસર પર પાકિસ્તાન વાયુસેનાના વડા ઝહીર અહેમદ બાબર સિદ્ધુએ કહ્યું કે વાયુસેનામાં જે-૧૦સીને સામેલ કરવાથી સેનાની ક્ષમતામાં વધારો થયો છે. જાે કે પાકિસ્તાનને ચીન પાસેથી કેટલા જે૧૦સી એરક્રાફ્ટ મળ્યા છે તે જણાવવામાં આવ્યું નથી.

પરંતુ ડિસેમ્બરમાં પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદ અહેમદે કહ્યું હતું કે ભારતના રાફેલનો મુકાબલો કરવા માટે અમે ચીન પાસેથી ૨૫ જે૧૦સી એરક્રાફ્ટનો આખો બેચ ખરીદવા જઈ રહ્યા છીએ. પાકિસ્તાને ૨૩ માર્ચે વાર્ષિક સંરક્ષણ દિવસ પરેડમાં આ નવા ફાઇટર એરક્રાફ્ટને પ્રદર્શિત કરવાની જાહેરાત કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.