Western Times News

Gujarati News

કોંગ્રેસ મારો ભૂતકાળ છે અને હું મારો સમય બરબાદ કરવા માગતો નથી: સિંધિયા

નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કહ્યું કે, કોંગ્રેસ મારો ભૂતકાળ છે, અને હું મારા ભૂતકાળ પર સમય બરબાદ કરવા માગતો નથી. પીએમ નરેન્દ્ર મોદીએ છેલ્લા ૭ વર્ષમનાં એક જનકેન્દ્રીત સરકાર બનાવી છે. અમને વિશ્વાસ છે કે, અમે ૨૦૨૩માં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવીશું. દેશની જનતાએ એક ઐતિહાસિક પરિણામ ડબલ એન્જીનની સરકારને આપ્યું છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માગ સતત ઉઠી રહી છે. હાલમાં જ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક થઈ હતી. આશા હતી કે, કોંગ્રેસના નેતૃત્વને લઈને કોઈ મોટી જાહેરાત થઈ શકે. તો વળી બીજી બાજૂ કોંગ્રેસના ટોચના નેતાઓએ આગ્રહ કર્યો છે કે, પાર્ટીમાં સંગઠનાત્મક ચૂંટણી પુરી થાય ત્યાં સુધી તેઓ અધ્યક્ષ બન્યા રહે.

પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલના જણાવ્યા અનુસાર સીડબ્લ્યૂસીની બેઠકમાં આ ર્નિણય કરવામાં આવ્યો કે, સંસદનું બજેટ ખતમ થતાં જ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવશે. જેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસની શીર્ષ નીતિ નિર્ધારક સમિતિની બેઠક પાર્ટી કાર્યલાયમાં લગભગ પાંચ કલાકથી પણ વધારે ચાલી હતી.

બેઠક બાદ વેણુગોપાલે પત્રકારોને જણાવ્યું હતું કે, તમામ લોકોએ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને આગ્રહ કર્યો છે કે, તે પાર્ટીને મજબૂત બનાવવા માટે જરૂરી ફેરફારો કરે. તેમણે જણાવ્યું કે, સંસદના બજેટ સત્ર બાદ ચિંતિન શિબિરનું આયોજન કરવામાં આવશે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું છે કે, દરેક નેતાએ સોનિયા ગાંધી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તથા સંગઠનની ચૂંટણી થાય ત્યાં સુધી અધ્યક્ષનો કારભાર સંભાળી રાખે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.