Western Times News

Gujarati News

સેન્સેક્સનો ૯૩૫, નિફ્ટીનો ૨૪૦ પોઈન્ટનો કૂદકો

મુંબઈ, સપ્તાહનો પ્રથમ દિવસ શેરબજાર માટે ઘણો સારો સાબિત થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વધારો જાેવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ ૯૩૫ પોઈન્ટ ઉછળીને ૫૬,૪૮૬ પોઈન્ટની સપાટીએ પહોંચ્યો હતો. એક સમય એવો હતો જ્યારે શેર સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટની નજીક ઉછળ્યો હતો.

ગયા અઠવાડિયે ૫૫,૫૫૦.૩૦ પોઈન્ટ પર બંધ થયેલો સેન્સેક્સ આજે સવારે ૬૪ પોઈન્ટ વધીને ૫૫,૬૧૪ પોઈન્ટ પર ખુલ્યો હતો. બીજી તરફ નિફ્ટીમાં પણ સારો ઉછાળો જાેવા મળ્યો હતો. ગયા અઠવાડિયે શુક્રવારે ૧૬,૬૩૦.૪૫ પોઈન્ટની સપાટીએ બંધ થયેલો નિફ્ટી આજે લગભગ ૩ પોઈન્ટના વધારા સાથે ૧૬,૬૩૩.૭૦ પોઈન્ટની સપાટીએ ખૂલ્યો હતો અને તેને જાેતા તેમાં વધારો થતો ગયો હતો. સાંજે નિફ્ટી ૨૪૦ પોઈન્ટના વધારા સાથે ૧૬,૮૭૧.૩૦ પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સ કંપનીઓમાં ઈન્ફોસિસ, એસબીઆઈ, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, મારુતિ સુઝુકી, એચડીએફસી અને વિપ્રો ૩.૭૬ ટકા સુધી વધ્યા હતા. આ વલણથી વિપરીત હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, સન ફાર્માસ્યુટિકલ્સ, ડૉ. રેડ્ડીઝ લેબ અને ટાટા સ્ટીલના શેર નુકસાન સાથે બંધ થયા છે.

અન્ય એશિયન બજારોમાં, હોંગકોંગ અને શાંઘાઈના બજારો નોંધપાત્ર રીતે ઘટ્યા હતા, જ્યારે ટોક્યો નજીવા વધારા સાથે બંધ થયો હતો. અમેરિકાના શેરબજારો શુક્રવારે નીચા સ્તરે હતા. દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૨.૯૭ ટકા ઘટીને ૧૦૯.૩ ડોલર પ્રતિ બેરલ થયું હતું.

ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચાણ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. ઉપલબ્ધ માહિતી અનુસાર શુક્રવારે વિદેશી રોકાણકારોએ રૂ. ૨,૨૬૩.૯૦ કરોડના શેરનું વેચાણ કર્યું હતું. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમાર માને છે કે આ સપ્તાહે બજાર માટે સૌથી મહત્વની ઘટના બુધવારે ફેડરલ રિઝર્વની બેઠક હશે. આમાં યુએસ સેન્ટ્રલ બેંક પોલિસી રેટ વધારવાનો ર્નિણય લઈ શકે છે.

શુક્રવારે કારોબારના અંતે ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૮૫.૯૧ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકા વધીને ૫૫.૫૫૦.૩૦ પર બંધ થયો હતો. એ જ રીતે એનએસઈનો નિફ્ટી પણ ૩૫.૫૫ પોઈન્ટ અથવા ૦.૨૧ ટકા વધીને ૧૬,૬૩૦.૪૫ પર બંધ રહ્યો હતો.

દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૨.૭૩ ટકા ઘટીને ૧૦૯.૭૦ ડોલર પ્રતિ બેરલ થયું હતું. એમ શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈએસ) એ શુક્રવારે ગ્રોસ ધોરણે રૂ. ૨,૨૬૩.૯૦ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.