Western Times News

Gujarati News

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા કોરોના પોઝિટિવ

વોશિંગટન, કોરોના સંક્રમણ હવે ફરીથી ફેલાઈ રહ્યું છે ત્યારે આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોવિડ પોઝિટિવ થયા છે. તેમણે ટ્‌વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. બરાક ઓબામાએ જણાવ્યું કે, મેં કોવિડ ટેસ્ટ કરાવ્યો છે અને ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે હું કોવિડ પોઝિટિવ છું. બરાક ઓબામાએ કહ્યું કે, મને છેલ્લા કેટલાક દિવસોથી ગળામાં દુખાવો છે પરંતુ હાલમાં હું પોતાને સ્વસ્થ અનુભવી રહ્યો છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જણાવ્યું કે, મારી સાથે મિશેલનો પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. પરંતુ સદનસીબે તેને સંક્રમણ નથી લાગ્યું. આની સાથે તેમણે જણાવ્યું કે, રસીકરણની પ્રક્રિયા ઝડપથી થઈ તે બદલ અમે સરકારના આભારી છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કરીને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. તેમણે કહ્યું કે, તમારા અને તમારા પરિવારના સારા સ્વાસ્થ્યની કામના કરુ છું. તમને જણાવી દઈએ કે ચીનમાં કોરોના મહામારી ફરી એકવાર ઝડપથી વધી રહી છે.

ચીનના કેટલાય શહેરોમાં કોરોના સંક્રમણના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ચીનમાં રવિવારે કોરોનાના ૨૦૦૦ નવા કેસ નોંધાયા હતા જેમાંથી ૨૦ કેસ રાજધાની બેઈજિંગમાં નોંધાયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.