Western Times News

Gujarati News

કલોલમાં રોગચાળો નાથવા અમિત શાહની સૂચનાથી નવી પાણીની પાઈપલાઈન નખાશે

(પ્રતિનિધિ) ગાંધીનગર, કલોલ ખાતે કમિશનર ઓફ મ્યુનસિપાલટી રાજકુમાર બેનીવાલાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા.કુલદીપ આર્ય પણ ઉપસ્થિત રહ્યા હતાં.

ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યે જણાવ્યું છે કે, કલોલ રેલ્વે પૂર્વ વિસ્તારમાં તા. ૬ માર્ચથી અચાનક ઝાડા- ઉલ્ટીના કેસોમાં વઘારો જાેવા મળી રહ્યો હતો. છેલ્લે આ કેસો ૫૮૩ સુધી પહોંચી ગયા હતા. જેથી આ કેસોને નાથવા માટે સ્થાનિક તંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આ વિસ્તારમાં રહેતા લોકોને હાઉસ ટુ હાઉસ આરોગ્ય સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. તેમજ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવતી હતી. તેમજ સર્વે નાગરિકોને ટેન્કર દ્વારા પીવાનું પાણી આપવાની સુચારું વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

તેમજ નાગરિકોને સતત આરોગ્યલક્ષી સેવા મળી રહે તે માટે કલોલ અર્બન હેલ્થ સેન્ટર- ૧ ખાતે અને પી.એચ.સી ખાતે આરોગ્ય સેવાઓ સઘન બનાવવામાં આવી હતી. જેની ફલશ્રૃતિ રૂપે આજે આ કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. કલેકટરએ જણાવ્યું હતું કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાસંદ અમિતભાઇ શાહે આ બાબતેને ગંભીર લીધી હતી.

ઝાડા- ઉલટીના કેસો માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો જાણી હતી. તેમજ તાત્કાલિક ઘોરણે ઝાડા- ઉલટીના કેસો ઘટાડવા તેમજ આ વિસ્તારની પાણી અને ગટર લાઇનની પાઇપ બદલી નાખવા માટેનું સૂચન કર્યું હતું. આ અંગે તેમણે રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું ઘ્યાન દોર્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ આ લાઇન બદલવા માટે ખાસ કિસ્સામાં નાણાની જાેગવાઇ કરવા જણાવ્યું હતું. જેથી રાજય સરકાર દ્વારા આ કામ માટે ખાસ કિસ્સામાં રૂપિયા ર કરોડની જાેગવાઇ કરવામાં આવી છે. કલેકટરએ જણાવ્યું છે કે, આ પાઇપલાઇન નાખવાના કામની શરૂઆત આજથી થઇ છે.

આ અંગે સંબંધિત એજન્સી યોગ્ય કાર્યવાહી કરીને ૧૦ દિવસમાં જિલ્લા વહીવટી તંત્રને રીપોર્ટ કરશે. તાત્કાલિક ઘોરણે અંદાજે ત્રણ કિલોમીટર લાંબી પીવાના પાણીની પાઇપ લાઇન બદલવામાં આવનાર છે. તેની ગટરલાઇનનું પણ કામ કરવામાં આવશે. આજરોજ યોજાયેલ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ ઉર્વીશબેન પટેલ, પ્રાંત અધિકારી કિષ્નાબા વાધેલા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.