Western Times News

Gujarati News

દેવગઢબારિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં MGVCLના દરોડા

(પ્રતિનિધી) દે.બારીયા, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ તરકીબો થકી મોટા પાયે વીજચોરી કરાતી હોવાની વ્યાપક ફરિયાદોને ધ્યાને લઇ દેવગઢબારિયા તાલુકાના ગામોમાં એમ.જી.વી.સી.એલની ટીમોએ સાગમટે ઓચિંતા દરોડા પાડી ૧૦ જેટલા વીજચોરોને ઝડપી પાડી મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા રૂપિયા ૧૦ લાખનો આકરો દંડ ફટકારવામાં આવતા વિજચોરી કરનારા તત્વોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

દાહોદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં લંગરીયા નાખી વીજ મીટર સાથે ચેડાં કરી તેમજ અન્ય તરકીબો અજમાવી વીજચોરી કરાતી હોવાની વ્યાપક ફરિયાદો મળવાને કારણે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ગામોમાં એમ.જી.વી.સી.એલ દ્વારા વીજચોરી ઝડપી પાડવા માટેની ચલાવવામાં આવી રહેલી

ઝુંબેશ અંતર્ગત ગત તારીખ ૧૧ મી માર્ચના રોજ દેવગઢબારિયા સબડિવિઝનમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમ તેમજ દાહોદ વિભાગીય કચેરીના સબ ડિવિઝનની ટીમ મળી કુલ ૨૦ જેટલી ટીમોએ તાલુકામાં સાગમટે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

આ ચેકિંગમાં જુદા જુદા ૯૩ ઠેકાણે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ૧૦ જગ્યાએ વીજચોરી ઝડપાઈ ગઈ હતી જે સબબ ૧૦ જેટલા વીજચોરોને આશરે રૂપિયા ૧૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને આ મામલે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવ્યાનું સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.