Western Times News

Gujarati News

સુરતમાં ૪૦ ખાનગી સ્કુલમાં લાયકાત વિનાના ૧૩પ શિક્ષક

પ્રતિકાત્મક

સુરત, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાજ્યોની સ્કુલો શિક્ષણ વ્યવસ્થાની પીજીઆઈ એટલે કે પર્ફોર્મન્સ ગ્રેડીંગ ઈન્ડેક્સ જાહેર કર્યોહ તો. અને તેમાં ગુજરાતને એ પ્લસ ગ્રેડ અપાયોહ તો. પરંતુ શહેરની ૪૦ ખાનગી સ્કુલોમાં ૧૩પ શિક્ષકો લાયકાત વિનાના મળી આવ્યા હતા.

આમ, આવી બાબત બહાર આવતા જ જીલ્લા શિક્ષણાધિકારી એચ.એચ. રાજ્યગુરૂએ તાકીદે ૪૦ ખાનગી સ્કુલોના પ્રિન્સીપાલ અને ટ્રસ્ટીઓને પત્ર લખીને લાયકાત વિનાના ૧૩પ શિક્ષકોને દૂર કરવા આદેશ કર્યો હતો.

જીલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરૂએ કહ્યુ હતુ કે ૪૦ ખાનગી સ્કુલમાં ૧૩પ શિક્ષક લાયકાત વિનાના મળ્યા છે. જેથી તે સ્કુલોના ટ્રસ્ટીઓને સુચના આપવામાં આવી છે કે આગામી ૩૧મી મે, ર૦રર સુધીમાં લાયકાત વિનાના શિક્ષકોને દૂર કરવાના રહેશે. શિક્ષણાધિકારીએ સ્કુલો પાસેથી ઓનલાઈન મંગાવેલી માહિતીમાં લાયકાત વિનાના શિક્ષકો હોવાનું બહાર આવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.