Western Times News

Gujarati News

શાહિદની પત્ની દિયર સાથે ટાઇમ સ્પેંડ કરી રહી છે

મુંબઇ, બોલીવુડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કપૂર પોતાની ક્લાસી લાઇફસ્ટાઇલ માટે જાણિતી છે. મીરા ભલે નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે પરંતુ શાહિદ કપૂર સાથે લગ્ન બાદ મીરા કપૂર સંપૂર્ણપણે શાહીદ કપૂરના રંગમાં રંગાઇ ગઇ છે.

મીરા જેવી જ પોતાની તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરે છે તો તેના ચાહનારા લાઇક અને કોમેન્ટ કરી જાેરદાર વરસાદ કરી દે છે. કંઇક આવી જ સ્થિતિ મીરા કપૂરના એક લેટેસ્ટ પોસ્ટની જાેવા મળી રહી છે. મીરા કપૂરે પોતાની આ પોસ્ટ જે ફોટા શેર કરી છે તેને જાેયા બાદ સ્પષ્ટ થાય છે કે દિયર ઇશાન ખટ્ટર સાથે ગુડ ટાઇમ સ્પેંડ કરી રહી હતી અને આ દરમિયાન બંનેએ એકબીજાની ખૂબ તસવીરો ક્લિક કરી છે.

મીરાની આ પોસ્ટમાં તમે જાેઇ શકો છો કે બંને આ દરમિયાન ખૂબ મસ્તી કરતાં જાેવા મળે છે. મીરા હંમેશા જ કોઇને કોઇને કારણથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે પોતાના ચાહનારાઓની સાથે જાેડાયેલી રહેવા માટે ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો શેર કરી ફેન્સ સાથે રૂબરૂ થાય છે.

તાજેતરમાં જ મીરાએ પોતાની નણદના લગ્નમાં ખૂબ મસ્તી કરી હતી અને આ દરમિયાન મીરા કપૂરના લુક્સની ખૂબ ચર્ચા થઇ હતી. શાહિદ કપૂરની વાત કરીએ તો તે જલ્દી જ ફિલ્મ ‘જર્સી’માં જાેવા મળશે.

જે નાની સ્ટારર તેલુગુ ફિલ્મની ઓફિશિયલ હિન્દી રિમેક છે. તેમાં મૃણાલ ઠાકુર શાહિદની સામે જાેવા મળશે. આ ફિલ્મ ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી, પરંતુ થિયેટરો બંધ થવાને કારણે અને ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ ના વધતા કેસોને કારણે નિર્માતાઓએ રિલીઝને આગળ વધારવવાનું નક્કી કર્યું. શાહિદ પાસે જર્સી ઉપરાંત અલી અબ્બાસ ઝફરની એક્શન અને વેબ સિરીઝ ‘રાજ એન્ડ ડીકે’ પણ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.