Western Times News

Gujarati News

પાછલા વર્ષે હોળી પછી કેસોનો રાફડો ફાટ્યો હતો

નવી દિલ્હી, ભારતમાં હાલ કોરોના વાયરસની ગતિ સ્થિર થઈ ગઈ છે, જાેકે, દુનિયાના બાકી દેશોમાં ફરી એકવાર કોરોના ફેંણ ઊંચી કરી રહ્યો છે. પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોથી લઈને પશ્ચિમ યુરોપ સુધી ઓમિક્રોનની લહેર દેશોને લપેટામાં લઈ રહી છે.

ગુરુવારે દક્ષિણ કોરિયામાં રેકોર્ડ ૬.૨ લાખ નવા કેસ નોંધાયા છે. અમેરિકા પછી પહેલો દેશ છે કે જ્યાં એક દિવસમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. પાછલા ૭ દિવસમાં સાઉથ કોરિયામાં ૨૪ લાખ કેસ નોંધાયા છે. આ દરમિયાન જર્મનીમાં ૧૫ લાખ, વિયતનામમાં ૧૨ લાખ, ફ્રાન્સમાં ૫.૨ લાખ અને યુકેમાં ૪.૮ લાખ કેસ નોંધાયા છે. પાછલા વર્ષે હોળી પછી ભારતમાં કેસ વધ્યા હતા.

આ વર્ષે પણ હાલ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ભારત સરકારે પોતાની પીઠ થપથપાવી કે ત્રીજી લહેર સામે સારી રીતે મેનેજમેન્ટ કરાયું હતું. જાેકે, હોળી પછીની તસવીર કેવી હશે તેના માટે પાછલા વર્ષનો અનુભવ સારો રહ્યો નથી. ૨૦૨૦માં જ્યારે કોરોના વાયરસથી પહેલીવાર ભારતનો સામનો થયો હતો, ત્યારે હોળી પર લોકો ઘણાં સંયમિત હતા.

વડાપ્રધાન મોદીએ અપીલ કરી હતી કે લોકો સાવધાની રાખે. જાેકે પાછલા વર્ષે હોળી પર લોકોએ બેદરકારી દાખવી હતી અને બીજી લહેર આવી હતી. પરંતુ તહેવાર પછી તેની અસર દેખાવા લાગી હતી. એપ્રિલમાં શરુ થયેલી બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઈ હતી. મહિનો પુરો થતા-થતા નવા અને એક્ટિવ કેસ ભારતમાં દુનિયામાં સૌથી વધુ હતા

. ૩૦ એપ્રિલે ૪ લાખ કરતા વધારે કેસ સામે આવતા હતા. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ ઓમિક્રોનના કારણે કોરોનાની નવી લહેર આવવાનો ખતરો રહેલો છે. આ મામલે યુરોપ ફેલ રહ્યું છે. જેના લીધે અર્મેનિયા, અજરબૈઝાન, બેલારુસ, જાેર્જિયા, યુક્રેન અને રશિયામાં પણ કોરોનાના કેસ બેગણા થઈ ગયા હતા. જ્યારે દક્ષિણ પૂર્વ એશિયામાં હોંગકોંગ, સાઉથ કોરિયામાં કેસ વધવા લાગ્યા છે.

જ્યારે આઈઆઈટી કાનપુરના એક્સપર્ટ્‌સ પણ જૂન સુધી ચોથી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે. સાઉથ કોરિયા, ચીનમાં વધતા કોરોનાના કેસ વચ્ચે ઈઝરાઈલે પોતાના ત્યાં નવો વેરિયન્ટ મળ્યાની વાત કરી ઈઝરાઈલના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, ‘એરપોર્ટ પર પોઝિટિવ મળેલા બે મુસાફરોમાંથી એકમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.