Western Times News

Gujarati News

1 લાખ સફળ ટ્રીટમેન્ટનું સીમાચિહ્ન હાંસલ કરનાર પ્રથમ સ્પેશિયાલિટી ચેઇન બન્યુ, આ IVF સેન્ટર

જ્યારે મહિલાઓમાં વંધ્યત્વ માટે પીસીઓએસ અને ફેલોપિયન નળી બંધ થઈ જવી મુખ્ય કારણો છે, ત્યારે પુરુષોમાં વંધ્યત્વ માટે શુક્રાણુઓ ઓછી સંખ્યા જવાબદાર છે

મુંબઈ, વંધ્યત્વ નિવારણ સારવારની હોસ્પિટલ્સની ભારતની અગ્રણી ચેઇન ઇન્દિરા આઇવીએફએ 1,00,000 સફળ આઇવીએફ ટ્રીટમેન્ટ કરવાનું સીમાચિહ્ન સર કર્યું છે. દેશમાં 10 વર્ષના ગાળામાં આ સીમાચિહ્ન સર કરનાર આ પ્રથમ આઇવીએફ સિંગલ-સ્પેશિયાલ્ટી ચેઇન છે,

જે તમામ માટે જાતિય અને પ્રજોત્પાદક સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂકે છે. સંસ્થાએ જોયું છે કે, એના તમામ સેન્ટરની મુલાકાત લેતી તમામ મહિલા દર્દીઓમાં વંધ્યત્વ માટે બે મુખ્ય કારણો છે – પોલીસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ (પીસીઓએસ) અને ફેલોપિયન નળીઓ બંધ થવી, તો પુરુષ વંધ્યત્વના મોટા ભાગના કેસોમાં શુક્રાણુઓની ઓછી સંખ્યા મુખ્યત્વે જવાબદાર છે.

એક ઉદ્દેશલક્ષી સંસ્થા તરીકે ઇન્દિરા આઇવીએફ દેશના અંતરિયાળ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકે છે. સંસ્થાએ સમગ્ર દેશણાં 742 ફિઝિકલ કેમ્પમાં 60,000 દંપતિઓને જાણકારી આપી છે. કોવિડ-19 સમયગાળા દરમિયા નપણ ડિજિટલ જોડાણ અને વ્યક્તિગત માર્ગદર્શન સાથે આ પ્રયાસો જળવાયેલા હતા.

સંસ્થાના 107 સેન્ટરમાંથી 50 ટકાથી વધારે સેન્ટર ટિઅર 2 અને ટિઅર 3 લોકેશનમાં સ્થિત છે, જે ટેકનોલોજીનું પીઠબળ ધરાવતી સારવારની સરળ સુલભતા પ્રદાન કરવા અને વંધ્યત્વની તબીબી સારવાર પર જાગૃતિ સાથે ડાયસ્પોરાને સક્ષમ બનાવે છે. ગ્રૂપે બાંગ્લાદેશ અને નેપાળમાં કેન્દ્રો સ્થાપિત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે કામગીરી શરૂ કરવાની સાથે દર વર્ષે આ પ્રકારના વધારે કેન્દ્રો ખોલીને તેની સંખ્યા 20થી 30 કરવાની યોજના બનાવી છે.

આ સફર પર ઇન્દિરા આઇવીએફ ગ્રૂપના સ્થાપક અને ચેરમેન ડૉ. અજય મરડિયાએ કહ્યું હતું કે, “અમારી પ્રથમ સ્ટોરી કે પ્રથમ સફળતા વર્ષ 2011માં હાંસલ થઈ હતી અને એ સમયે નવ્યા નામના બાળકનો જન્મ થયો હતો.

એ પછી અત્યાર સુધી 1 લાખ બાળકોના જન્મ સુધી પોતાના પરિવારમાં સંતાન મેળવવા માટે પડકારોનો સામનો કરતાં દંપતિઓને મદદ કરવાના અમારા વિઝનમાં અમે જે સફર ખેડી છે એના પર ફરી નજર કરતાં મને આનંદ થાય છે. અમે વંધ્યત્વની સમસ્યામાંથી લોકોને છૂટકારો અપાવવા અને તેમની સારવાર માટે તબીબી સારવારો પ્રદાન કરવા દ્રઢ છીએ.”

આ સીમાચિહ્નરૂપ સફળતા પર ઇન્દિરા આઇવીએફના સીઇઓ અને સહ-સ્થાપક ડૉ. ક્ષિતિજ મરડિયાએ કહ્યું હતું કે, “આ તમામ સફળતાની ગાથાઓ સફળ નૈદાનિક પરિણામો પર અમારું ધ્યાન કેન્દ્રિત હોવાની સહિયારી યાદ અપાવે છે. અમને ખાતરી છે કે, અમારી આંતરરાષ્ટ્રીય સ્તરની ટેકનોલોજી અમારા લક્ષ્યાંકો હાંસલ કરવામાં પ્રેરકબળ છે.

લેટેસ્ટ હેલ્થકેર ટેકનોલોજીને સામેલ કરવા ઉપરાંત અમે ટૂંકા ગાળામાં અમારી સંસ્થાગત કુશળતામાં પરિવર્તન લાવી દીધું છે. ગયા વર્ષે અમે પ્રગતિ કરવા અને અમારી મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા મજબૂત ટીમને બોર્ડ પર લીધી હતી. અમે ઇન્દિરા આઇવીએફમાં વિવિધ ક્ષેત્રોમાં અમારી કામગીરીમાં કુશળતા ધરાવવા ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.”

ટેકનોલોજીએ આ સીમાચિહ્ન સર કરવામાં કેવી રીતે પથપ્રદર્શક ભૂમિકા ભજવી છે એ વિશે ઇન્દિરા આઇવીએફના ડિરેક્ટર અને સહ-સ્થાપક શ્રી નીતિઝ મરડિયાએ કહ્યું હતું કે, “અદ્યતન ટેકનોલોજીઓએ અમારા 1 લાખના સીમાચિહ્નને સર કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

અમે બેસ્ટ-ઇન-ક્લાસ ક્લોઝ વર્કિંગ ચેમ્બર્સ, ઇલેક્ટ્રોનિક વિટનેસિંગ, માઇક્રો ફ્લુડિક્સ, અદ્યતન ઇન્ક્યુબેટર્સ અને લેબકેર એલાર્મ સિસ્ટમ્સ સ્થાપિત કરી છે, જેનાથી દંપતિઓને ઓછામાં ઓછા ચક્રમાં ગર્ભ ધારણ કરવામાં મદદ મળે છે. અમે અમારા દર્દીઓ માટે પ્રક્રિયાને વધુ સરળ બનાવવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને મશીન લર્નિંગ (એમએલ) સોફ્ટવેર સાથે પણ કામ કરીએ છીએ.”

અદ્યતન માળખાગત સુવિધા સાથે સજ્જ ઇન્દિરા આઇવીએફ વંધ્યત્વની જટિલ સફરમાંથી પસાર થવા અને પરિવાર શરૂ કરવા તેમનું સ્વપ્ન સાકાર કરવામાં અનેક દંપતિઓને મદદ કરે છે. આ એગ (ઇંડું) અને સ્પર્મ (શુક્રાણુ)ના ફ્રીઝિંગ માટે માર્ગદર્શન અને સુવિધા આપે છે, જે પોતાની 30 વર્ષની વય સુધી પરિવાર નિયોજનમાં વિલંબ કરનાર કેટલાંક યુવાન પુરુષો અને મહિલાઓ માટે આશીર્વાદરૂપ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.