Western Times News

Gujarati News

યુક્રેન પર હુમલામાં વપરાયેલી રશિયાની ૬૦ મિસાઇલો નિષ્ફળ: અમેરિકા

વોશિગ્ટન, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને હવે ૩૦ દિવસ થઈ ગયા છે. જાે કે, હજુ સુધી બંને પક્ષો યુદ્ધ રોકવા માટે કોઈ સમજૂતી પર પહોંચી શક્યા નથી. દરમિયાન, યુએસ રુસો-યુક્રેન યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હથિયારો પર નજીકથી નજર રાખી રહ્યું છે.

એક અધિકારીએ દાવો કર્યો છે કે રશિયાની કેટલીક મિસાઈલોની નિષ્ફળતાનો દર ૬૦ ટકાથી વધુ છે. એટલે કે આ મિસાઈલો ટાર્ગેટને મારવામાં નિષ્ફળ રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આ બિનઉપયોગી હથિયારોના કારણે રશિયાને અત્યાર સુધી યુક્રેનના શહેરોમાં કોઈ ખાસ ફાયદો થયો નથી.

આ પહેલા યુક્રેનની ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો હતો કે રશિયા ૯ મે સુધીમાં યુદ્ધ ખતમ કરવા માંગે છે. યુક્રેનિયન અધિકારીઓનું કહેવું છે કે ૯ મે એ દિવસ છે જ્યારે રશિયા બીજા વિશ્વ યુદ્ધમાં નાઝીઓ પર તેની જીતની ઉજવણી કરે છે. આ દિવસ રશિયામાં કોઈપણ તહેવારની જેમ ઉજવવામાં આવે છે.

યુદ્ધમાં વપરાતા હથિયારો પર અમેરિકાએ બારીકાઈથી નજર રાખી છે. હવે એક અધિકારીએ દાવો કર્યો છે કે રશિયાની કેટલીક મિસાઇલોનો નિષ્ફળતા દર ૬૦ ટકાથી વધુ છે. એટલે કે આ મિસાઈલો ટાર્ગેટને મારવામાં નિષ્ફળ રહી છે.આવો દાવો કરીને રશિયા પાસેથી જે લોકો હથિયાર ખરીદે છે તેમને પરોક્ષ રીતે એક સંદેશો આપ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.