Western Times News

Gujarati News

યુદ્ધ વચ્ચે રશિયન પ્રમુખ પુતિનની પુત્રીના છુટાછેડા થઇ ગયા

મોસ્કો, યુક્રેન સામે છેલ્લા એક મહિનાથી યુદ્ધ કરી રહેલા રશિયના પ્રમુખ વ્લાદિમીર પુતિન માટે દુઃખ અને ચિંતાના સમાચાર છે. એક બાજુ યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યાં બીજી બાજુ પુતિનની મોટી પુત્રી મારિયાનું દામ્પત્ય જીવન પડી ભાંગ્યુ.

બાળકોની આનુવાંશિક બીમારીની ડોક્ટર મારિયાના ડચ ઉદ્યોગપતિ સાથે લગ્ન થયા હતા. પરંતુ હવે બંને વચ્ચે છુટાછેટા થઇ ગયા.મારિયા વોરન્તસોવા ૩૬ વર્ષની છે અને તે બાળકોમાં થતી દુર્લભ અનુવાંશિક બીમારીની ડોક્ટર છે.મારિયાના લગ્ન એક ડચ બિઝનેસમેન સાથે થયા હતા. પરંતુ હવે બંને અલગ થવા જઈ રહ્યાં છે. બંનેના ૨ બાળકો છે.

હાલ આ લગ્ન કયા કારણસરથી તૂટ્યાં તે વિગત સામે આવી નથી. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આ લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હોવાનું કારણ સામે આવી રહ્યું છે. આ યુદ્ધની સીધી અસર પુતિનના પરિવાર પર પણ જાેવા મળી રહી છે. આ ખુલાસો રશિયાના ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ સર્ગેઈ કાનેવે કર્યો છે.

મારિયા બાળકની ડોકટર હોવા ઉપરાંત રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયમાં નેશનલ મેડિકલ રિસર્ચ સેન્ટર ફોર એન્ડોક્રાઈનોલોજીમાં પ્રમુખ રિસર્ચર પણ છે. મારિયા પૈસાદાર વિદેશીઓ માટે રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં એક એલીટ મેડિકલ સેન્ટર ખોલવા માગે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.