Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદી, અમિત શાહની હાજરીમાં યોગીએ સીએમ પદના શપથ લીધા

લખનઉ, યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલ આનંદીબેન પટેલે યોગીને શપથ ગ્રહણ કરાવ્યા હતા. PM મોદી અમિત શાહની હાજરીમાં લખનઉના સ્ટેડિયમમાં યોગીએ સીએમ પદના શપથ લીધા હતા. યોગીના શપથ લેવાની સાથે જ યુપીમાં યોગી સરકાર 2.0 શાસન શરૂ થયું છે. કેશવ મૌર્ય અને બ્રિજેશ પાઠકે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા.

યોગી આદિત્ય- સીએમ પદ, કેશવ મૌર્ય- ડેપ્યુટી સીએમ, બ્રિજેશ પાઠક – ડેપ્યુટી સીએમ, સુરેશ કુમાર ખન્ના – કેબિનેટ મંત્રી – 9મી વખત ધારાસભ્ય બન્યા છે, અગાઉની કેબિનેટમાં નાણા મંત્રી હતા. સૂર્ય પ્રતાપ શાહી- પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, અગાઉની સરકારમાં કૃષિ પ્રધાન હતા. સ્વતંત્ર દેવ સિંહ- પ્રદેશ અધ્યક્ષ, અગાઉની સરકારમાં મંત્રી પણ હતા. બેબી રાની મૌર્ય – ઉત્તરાખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે.

કેબિનેટ મંત્રીઓ-સૂર્ય પ્રતાપ શાહી, સુરેશ કુમાર ખન્ના, સ્વતંત્ર દેવ સિંહ, બેબી રાની મૌર્ય, લક્ષ્મી નારાયણ ચૌધરી, જયવીર સિંહ, ધર્મપાલ સિંહ, નંદ ગોપાલ ગુપ્તા નંદી, ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, અનિલ રાજભર, જિતિન પ્રસાદ, રાકેશ સચાન, અરવિંદ કુમાર શર્મા, યોગેન્દ્ર ઉપાધ્યાય, આશિષ પટેલ, સંજય નિષાદ.

રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)- નીતિન અગ્રવાલ, કપિલદેવ અગ્રવાલ, રવિન્દ્ર જયસ્વાલ, સંદીપ સિંહ, ગુલાબ દેવી, ગિરીશ ચંદ્ર યાદવ, ધર્મવીર પ્રજાપતિ, અસીમ અરુણ, જેપીએસ રાઠોડ, દયાશંકર સિંહ, નરેન્દ્ર કશ્યપ, દિનેશ પ્રતાપ સિંહ, અરુણ કુમાર સક્સેના, દયાશંકર મિશ્રા દયાલુ.

રાજ્ય મંત્રી– મયંકેશ્વર સિંહ, દિનેશ ખટીક, સંજીવ ગૌર, બલદેવ સિંહ ઓલખ, અજીત પાલ, જસવંત સૈની, રામકેશ નિષાદ, મનોહર લાલ મન્નુ કોરી, સંજય ગંગવાર, બ્રિજેશ સિંહ, કેપી મલિક, સુરેશ રાહી, સોમેન્દ્ર તોમર, અનૂપ પ્રધાન, પ્રતિભા શુક્લા, રાકેશ રાઠોડ, રજની તિવારી, સતીશ શર્મા, દાનિશ આઝાદ અંસારી, વિજય લક્ષ્મી ગૌતમ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.