Western Times News

Gujarati News

પહેલીવાર માનવીના લોહીમાં જોવા મળ્યાં પ્લાસ્ટિકના ટુકડા

નવી દિલ્હી, ઘણા સમયથી લોકો તરફથી પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની વિનંતીઓ કરવામાં આવી રહી છે. પ્લાસ્ટિક સમય સાથે ઝાંખું થતું નથી. તે એવી સામગ્રીથી બનેલી છે, તે વિશ્વમાં ગંદકી ફેલાવવા માટે કાયમ રહે છે.

આમ છતાં લોકો પ્લાસ્ટિકનો આડેધડ ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ હવે તે ચિંતાનો વિષય વધી ગયો છે. ડચ સંશોધકોને નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે હવે માનવ રક્તમાં પણ માઇક્રોપ્લાસ્ટિક જાેવા મળે છે. આવું પહેલીવાર બન્યું છે અને તે ખૂબ જ ખતરનાક છે. તેમના નવા સંશોધનમાં, સંશોધકોએ ૨૨ સ્વસ્થ લોકોના લોહીના નમૂના લીધા. તેમાંથી ૧૭ લોકોના લોહીમાં માઇક્રોપ્લાસ્ટિક મળી આવ્યું છે.

ટુકડા શરીરની અંદર જાય છે અને અવયવોમાં ચોંટી જાય છે અનેતેને બ્લોક કરે છે. આ સંશોધન નેધરલેન્ડમાં કરવામાં આવ્યું હતું. સંશોધનમાં સામેલ તમામ ૨૨ લોકો સંપૂર્ણપણે સ્વસ્થ હતા અને તેમને કોઈ પણ પ્રકારની બીમારી નહોતી. આ પછી પણ જ્યારે ટેસ્ટ સેમ્પલમાં પ્લાસ્ટિકના કણો બહાર આવ્યા તો સંશોધકો ચોંકી ગયા.

અગાઉના સંશોધનમાં, સંશોધકોને માઇક્રોપ્લાસ્ટિકના કણો લોકોના મગજ, પેટ અને અજન્મેલા બાળકોના પ્લેસેન્ટામાં ચોંટેલા જાેવા મળ્યા હતા. તેમાંથી કેટલાક પોટી દ્વારા બહાર ગયા. પરંતુ લોહીમાં પ્રથમ વખત માઇક્રોપ્લાસ્ટિક મળી આવ્યું છે.

ધ ગાર્ડિયનને આપેલા ઈન્ટરવ્યુમાં નેધરલેન્ડની વ્રિજે યુનિવર્સિટી એમ્સ્ટર્ડમના પ્રોફેસર ડિક વાથકે કહ્યું કે આ એકદમ ચોંકાવનારું છે. પ્રદૂષણ એટલું વધી ગયું છે કે હવે આ ગંદકી શ્વાસની સાથે માનવ શરીરની અંદર જવા લાગી છે.

જાે તમે વિચારી રહ્યા હોવ કે પ્લાસ્ટિકના કણો શરીરમાં કેવી રીતે પ્રવેશી શકે છે, તો અમે તમને જણાવી દઈએ કે માઇક્રોપ્લાસ્ટિક્સ ખૂબ જ નાના હોય છે. તેઓ ધૂળના કણોની જેમ અંદર જાય છે. આ પછી, શરીરના અંગો અંદરથી જામ થવા લાગે છે.

આ રિસર્ચમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે.નવા અભ્યાસ અનુસાર, એક વ્યક્તિ દરરોજ લગભગ સાત હજાર માઇક્રોપ્લાસ્ટિક કણો શરીરની અંદર લઈ જાય છે. તે વિચારેલા કરતાં સો વધુ છે. આ સંશોધનમાં આઠ વર્ષની બાળકીના લોહીની પણ તપાસ કરવામાં આવી હતી.

આ બાળકીના લોહીમાંથી મોટાભાગના માઇક્રોપ્લાસ્ટિક કણો મળી આવ્યા હતા. વાસ્તવમાં, આ છોકરી જે બેડ પર સૂતી હતી, ચાલવા માટે ઉપયોગ કરતી હતી અને તે જે રમકડાં સાથે રમતી હતી તે બધા સિન્થેટિક મટિરિયલથી બનેલા છે. આવી સ્થિતિમાં આ ટુકડાઓ મોટી માત્રામાં તેના શરીરની અંદર ગયા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.