Western Times News

Gujarati News

ચાર્જિંગ સમયે ઈ-બાઈકમાં ધડાકો થતા જ આગ લાગી

વેલ્લોર, તમિલનાડુના વેલ્લોરમાં રાત્રિના સમયે ઈ બાઈક ચાર્જિગ પર મુક્યા બાદ તેમાં ધડાકો થતાં પિતા અને પુત્રીનું મોત નિપજ્યું હતું. ચાર્જિંગ સમયે ઈ-બાઈકમાં ધડાકો થયા બાદ આગ ઘરમાં પ્રસરી હતી. આગ અને ધૂમાડાથી બચવા માટે પિતા અને પુત્રી બાથરૂમમાં સંતાઈ ગયા હતા. અને ત્યાંથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા.

પોલોસે જણાવ્યું કે ૪૯ વર્ષીય ફોટોગ્રાફર દુરાઈ વર્માએ થોડા દિવસ પહેલાં જ ઈલેક્ટ્રિક બાઈક ખરીદ્યું હતું અને શુક્રવારની રાત્રે તેમના ઘરની બહાર ઈ બાઈકને ચાર્જિંગ માટે મુક્યું હતું. પેટ્રોલ બાઈકની પાસે ઈ બાઈકને ચાર્જિંગ માટે મુકવામાં આવ્યું હતું. જે બાદ તે અને તેમની ૧૩ વર્ષની પુત્રી પ્રીતિ સૂઈ ગયા હતા.

પોલીસે વધુમાં જણાવ્યું કે, રાત્રે અંદાજે ૨ વાગ્યાની આસપાસ ઈલેક્ટ્રીક બાઈકમાં ધડાકો થતાં આગ ફાટી નીકળી હતી. ઈ-બાઈકમાં આગ લાગતાં તેની પાસે પાર્ક કરેલાં બાઈકમાં પણ આગ ફાટી નીકળી હતી. પેટ્રોલને કારણે આગ વધારે ફેલાઈ હતી. અને ઘરની અંદર પણ આગ પ્રસરી ચૂકી હતી. Police said that M. Duraivarma, (49), who was running a photo studio near Tollgate, Vellore bought a new e-bike a few days ago. He plugged the charger of his bike into an old socket in the entrance of his house and went to sleep.

આગને કારણે નાનકડા ઘરમાં ધૂમાડો ભરાઈ ગયો હતો, કેમ કે ઘરમાં યોગ્ય વેન્ટિલેશન ન હતું. પોલીસને આશંકા છે કે, ધૂમાડાને કારણે પિતા અને પુત્રી ડરી ગયા હતા અને તેઓ જીવ બચાવવા માટે બાથરૂમમાં ભાગી ગયા હતા. આગ લાગવાને કારણે પાડોશીઓ પણ જાગી ગયા હતા અને તેઓએ પોલીસ તેમજ ફાયર અને રેસ્ક્યૂ સર્વિસને આ અંગે જાણ કરી હતી.

ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગને ફોટોગ્રાફર અને તેમની પુત્રીના મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યા હતા. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.