Western Times News

Gujarati News

પટનામાં JDU નેતાની ગોળી મારી હત્યા કરાઈ

પટના, બિહારની રાજધાની પટનામાં સત્તાધારી દળ જદયૂ નેતા અને દાનાપુર નગર પરિષદનાં ઉપાધ્યક્ષ દીપક કુમાર મેહતાની અપરાધીઓ દ્વારા ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર તે, દાનાપુરથી વિધાનસભાથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં હતાં.

આ દરમિયાન તેમને ધમકી મળી રહી હતી કહેવામાં આવે છે કે, અપરાધીઓએ તેમને પાંચ ગોળી મારી તેમની હત્યા કરી નાંખી છે. આ મામલે મૃતકનાં પરિજનોએ એક સ્થાનિક અપરાધીનું નામ લીધુ છે. જાેકે, હજુ આ મામલે લેખિતમાં કોઇ ફરિયાદ દાખલ થઇ નથી.

મળતી માહિતી અનુસાર, દીપકે થોડા દિવસ પહેલાં જ હોળી મિલન સમારંભ રાખ્યો હતો જેમાં જદયૂ નેતા ઉપેન્દ્ર કુશવાહ અને ભાજપનાં મોટા નેતા પણ શામેલ થયા હતાં. ઉપેન્દ્ર કુશવાહાથી દીપકનાં નિકટનાં સંબંધી હતાં. તે ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાલોસપાથી જાેડાયેલાં હતાં. પરિજનોની માનીયે તો, દીપકે જ્યારે દાનાપુરની વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી તો એક દબંગે તેમને ધમકી આપી હતી.

જે બાદથી તેણે તેનાંઘરની ચારેય બાજુની દિવાલ ઉંચી કરાવી લીધી હતી. દાનાપુરનાં તકિયાપર વિસ્તારમાં તેનાં ડીકે પ્રોપર્ટી ડિલર નામથી એક કાર્યાલય છે. આ વિસ્તારમાં હત્યા બાદ ઘણી બબાલ થઇ રહી છે. મળતી માહિતી અનુસાર દીપકને માથામાં એક અને પેટ અને ફેફસામાં બે બે ગોળીઓ વાગી છે.

હોસ્પિટલ પહોંચતા પહેલાં જ દીપકનું મોત થઇ ગયુ હતું. આ ઘટના બાદ જદયુનાં સંસદીય બોર્ડનાં અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ દીપિક મેહતાનાં હત્યારાઓને બને તેટલું જલ્દી પકડી લેવાની માંગણી કરી છે. તેમણે ટિ્‌વટ કરી કહ્યું છે કે, પાર્ટીનાં નેતા અને દાનાપુર નગર પરિષદ ઉપાધ્યક્ષ શ્રી દીપક મેહતાજીની અપરાધીઓ દ્વારા ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યાથી મર્માહત છું.

પોલિસ-પ્રશાસન અપરાધીઓને ઝડપથી પકડે અને કઠોર સજા અપાવે. ઘટના બાદ દાનાપુર વિસ્તારમાં લોકોએ ઠેર ઠેર રસ્તા જામ અને આગજની કરી છે. તો બીજી તરફ જદયૂ સાંસદીય બોર્ડનાં અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાને પણ લોકોની નારાજગીનો સામનો કરવો પડ્યો.

ઉપેન્દ્ર કુશવાહાએ આ ઘટના પર દુખ જતાવ્યું છે. પારસ હોસ્પિટલ પહોંચેલાં દીપક મેહતાનાં સમર્થકોએ બાદમાં બબાલ કરી દીધી અને ભારે તોડફોડ કરી હતી. આ ઘટના બાદ પટના પોલીસ પ્રશાસનનાં આલા અધિકારી સ્થિતિને સંભાળવામાં લાગી ગયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.