Western Times News

Gujarati News

મોબાઈલ ફોન પર પોર્ન કન્ટેન્ટ શેર કરનારાને શોધવા ડિજિટલ કોમ્બિંગ

Files Photo

સુરત, સગીરો પર થતા જાતીય હુમલાને રોકવાના હેતુથી વલસાડ પોલીસે એક અનોખી પહેલની શરુઆત કરી છે. વલસાડ પોલીસે મોબાઈલ પર પોર્ન કન્ટેન્ટ શેર કરતા લોકોને શોધી કાઢવા માટે ‘ડિજિટલ કોમ્બિંગ’ ડ્રાઈવ શરૂ કરી છે. એટલું જ નહીં આ ઓપરેશન હેઠળ પ્રથમ કેસ પણ નોંધવામાં આવ્યો હતો અને અશ્લીલ સામગ્રી શેર કરવા અને ફેલાવવા બદલ વાપી શહેર નજીક છીરીમાં ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ‘ડિજિટલ કોમ્બિંગ’માં પરિવારો રહેતા હોય તેવા વિસ્તારમાં આવેલી ચોલ અથવા મોટી રહેણાંક સોસાયટીઓની મુલાકાત લેવાનો સમાવેશ થાય છે. પોલીસની ટીમ રહેવાસીઓની પૂછપરછ કરે છે જાે તેઓને કોઈ વ્યક્તિનું વર્તન અથવા હિલચાલ શંકાસ્પદ જણાય તો આવા લોકો વિશે માહિતી મેળવવા પર, તેમના મોબાઇલની ખાસ કરીને અશ્લીલ સામગ્રી માટે સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે.

વલસાડ પોલીસના સુપ્રિટેન્ડેન્ટ રાજદીપસિંહ ઝાલાએ આ અંગે વાત કરતાં કહ્યું કે અમે ડિજિટલ કોમ્બિંગ શરૂ કર્યું કારણ કે સગીર છોકરીઓ પરના જાતીય હુમલાના મોટાભાગના કેસોની તપાસ દર્શાવે છે કે અપરાધીઓ બાળ પોર્નોગ્રાફિક સામગ્રી જાેવાના વ્યસની છે. આ નવા ઓપરેશનના ભાગ રૂપે અમે લોકોને તેમના મોબાઇલ ફોન બતાવવા માટે કહીશું. અમે આ નિયમિત કોમ્બિંગ ઓપરેશન તેમજ કોઈ વ્યક્તિની શંકાસ્પદ હરકતો અંગેની ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલા ઓપરેશન બંને દરમિયાન ચેક કરીશું.

આ ઓપરેશન અંતર્ગત રવિવારે જ્યારે પોલીસ છીરીમાં ફૂટ પેટ્રોલિંગ દ્વારા દારૂ અથવા હથિયાર માટે ઘરોની તપાસ કરી રહી હતી, ત્યારે ટીમને કેટલાક લોકો અશ્લીલ સામગ્રી શેર કરી રહ્યા હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે તપાસ કરીને ત્રણ આરોપીઓ બાપન ટુડુ (૨૦), સુમન ઉર્ફે તાપસ ટુડુ (૨૧) અને જીવણ હંસાડા (૧૯)ની ધરપકડ કરી હતી. તેમની સામે  એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. મહત્વનું છે કે જ્યારે પોલીસ પહોંચી ત્યારે તેઓ મોબાઇલ ફોન પર ઉત્સુકતાથી કંઈક જાેઈ રહ્યા હતા પરંતુ પોલીસને જાેતા જ તેઓએ જાેવાનું બંધ કરી દેતા શંકા ગઈ હતી.

“અમને રહેણાંક સંકુલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો જ્યાં પરિવારો રહે છે. માહિતીના આધારે ત્રણ વ્યક્તિઓને તેમના મોબાઇલ ફોન બતાવવા માટે કહેવામાં આવ્યું હતું અને તપાસમાં અમને જાણવા મળ્યું હતું કે તેઓએ ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને અન્ય અશ્લીલ સામગ્રી ચેટ ગ્રુપમાં શેર કરી હતી. ડુંગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ ઢોલે જણાવ્યું હતું. ઝાલાએ કહ્યુંઃ પોલીસે આ લોકોને તેમના ફોન બતાવવા કહ્યું અને આરોપીઓએ પોતે જ વાંધાજનક સામગ્રીના ફોલ્ડર ખોલી દીધા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.