Western Times News

Gujarati News

મ્યુનિ. કોન્ટ્રાકટરોના રૂા.૬૭૧ કરોડના બીલો એપ્રિલમાં ચુકવાય તેવી શક્યતા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજાેરી લગભગ ખાલી થઈ ગઈ છે તેમજ કદાચ કોન્ટ્રાકટરોના પેમેન્ટ ચુકવી ન શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે રાજય સરકાર દ્વારા ૩૦ માર્ચ સુધી નાણાં આપવામાં નહિ આવે તો કોન્ટ્રાકટરોના બીલ એપ્રિલ-મે મહીનામાં જ થઈ શકશે.

મ્યુનિ. નાણાકીય વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં માત્ર બે દિવસ બાકી રહયા છે તેમ છતાં રાજય સરકાર તરફથી નાણાકીય મદદ મળી નથી. સીરકાર દ્વારા ૩૧ માર્ચે ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવશે તો પણ મ્યુનિ. કોર્પોરેશનના ખાતામાં ચાર અથવા પાંચ એપ્રિલ પહેલા જમા થશે નહિ. જાે આવી પરિસ્થિતીનું નિર્માણ થશે તો કોન્ટ્રાકટરો દ્વારા રજુ કરવામાં તમામ બીલો રદ થઈ જશે.

એમ.બી. સહીત તમામ બીલો જે તે વિભાગે ફરીથી તૈયાર કરવાના રહેશે. આ પ્રક્રિયામાં ૧પ થી ર૦ દિવસનો સમય થઈ શકે છે. આવા સંજાેગોમાં કોન્ટ્રાકટરોને મહીનાના અંતમાં અથવા મે મહીનાના પ્રથમ સપ્તાહમાં બીલની ચુકવણી થઈ શકે છે. જાેકે, મ્યુનિ. કમ્ર્ચારીઓના પગાર-પેન્શન પુરતી જાેગવાઈ થઈ ગઈ છે તેમજ ચાર એપ્રિલ સુધી તમામ કર્મચારીઓને પગાર-પેન્શનની ચુકવણી કરવામાં આવશે. મ્યુનિ. નાણા વિભાગ તથા અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સતત ગાંધીનગરના સંપર્કમાં છે તથા વહેલી તકે પેમેન્ટ થાય તે માટે પ્રયત્ન કરી રહયા છે. નાણા વિભાગના અન્ય સુત્રોએ જણાવ્યા મુજબ સરકાર દ્વારા ૧૦ એપ્રિલ પહેલા ગ્રાન્ટ રીલીઝ કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે.

અત્રે નોંધનીય છે કે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોના દર્દીઓની સારવાર તેમજ તેને લગતા અન્ય ખર્ચ પેટે રૂા.૧૦પ૦ કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે જેની સામે સરકાર તરફથી રૂા.૬પ૦ કરોડ જ મનપાને પરત મળ્યા છે.

મ્યુનિ. કોર્પોરેશને કોરોનાના નાણા માટે અવાર નવાર પત્ર પણ લખ્યા છે તેવી જ રીતે ઓકટ્રોટ દર શૂન્ય થયા બાદ રાજય સરકાર દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવે છે તે પણ અપુરતી છે. પૂર્વ મ્યુનિ. કમિશ્નરે આ મામલે નવેમ્બર-ર૦ર૧માં રાજય સરકારને પત્ર લખ્યો હતો તથા ર૦૦૮થી ર૦ર૦ સુધી ઓકટ્રોય ગ્રાન્ટની વધઘટ રકમ પેટે રૂા.૬ર૯ કરોડ બાકી રહે છે જેની માંગણી પણ કરી હતી, ઓકટ્રોય દર શૂન્ય કરવામાં આવ્યો તે સમયે એસ્ટાબ્લીશમેટ ખર્ચ મુજબ ગ્રાન્ટ આપવા માટે સમંતિ થઈ હતી રાજય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ઓકટ્રોય ગ્રાન્ટ પેટે માસિક રૂા.૮૭.પ૦ કરોડ આપવામાં આવે છે જેની સામે મ્યુનિ. કોર્પોરેશનનો એસ્ટા.

ખર્ચ માસિક રૂા.૧ર૯ કરોડ છે જેના કારણે પણ મનપાની આર્થિક ભીંસ વધી રહી છે નાણાકીય વર્ષના અંતિમ મહીનામાં ટેક્ષની આવકમાં નોંધપાત્ર વધારો થાય છે પરંતુ આ નાણા કોન્ટ્રાકટરોના બીલો સમયસર ચુકવવાના કામ આવી શકતા નથી તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.