Western Times News

Gujarati News

ઠાકરે સરકારમાં આંતરિક વિખવાદ, કોંગ્રેસના ૨૫ ધારાસભ્યએ અઘાડી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો

મુંબઇ, શિવસેનાની ગઠબંધન સરકાર ચાલી રહી છે. ઉદ્ધવ ઠાકરે આ સરકારના વડા છે. ત્યારે હવે મહારાષ્ટ્રના આ ત્રણેય રાજકીય પક્ષો વચ્ચે વિવાદના અહેવાલો સામે આની રહ્યા છે.

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ઓછામાં ઓછા ૨૫ ધારાસભ્યોએ મહા વિકાસ અઘાડી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. તેમણે કોંગ્રેસના મંત્રીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવાનો સમય માગ્યો છે.

તેમનો આરોપ છે કે તેમની જ પાર્ટીના મંત્રીઓ તેમના પ્રશ્વોનો જવાબ આપતા નથી. ધારાસભ્યોએ એક પત્રમાં સોનિયા ગાંધીને આ મામલે દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે.

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, કેટલાક ધારાસભ્યોએ કહ્યું છે તે એમવીએના મંત્રીઓ, ખાસ કરીને કોંગ્રેસના મંત્રીઓ તેમની વાત સાંભળી રહ્યા નથી.

કોંગ્રેસ નેતાએ જણાવ્યુ કે,”જાે મંત્રીઓ તેમના મતવિસ્તારમાં કાર્યને અમલમાં મૂકવા માટે ધારાસભ્યોની વિનંતીને અવગણશે, તો પક્ષ ચૂંટણીમાં કેવી રીતે સારો દેખાવ કરશે પક્ષમાં સંકલનના અભાવને દર્શાવતા, ધારાસભ્યોએ કહ્યું કે તેઓને ગયા અઠવાડિયે જ ખબર પડી કે દરેક કોંગ્રેસ મંત્રીને તેમના મુદ્દાઓને યોગ્ય રીતે ઉકેલવા માટે ત્રણ પક્ષના ધારાસભ્યોને સોંપવામાં આવ્યા હતા.

કોંગ્રેસના અન્ય ધારાસભ્યએ કહ્યું, “અમને તાજેતરમાં ખબર પડી કે એચ.કે. પાટીલે એક બેઠક યોજી હતી,જેમાં કોંગ્રેસના મંત્રીઓને ત્રણ-ત્રણ ધારાસભ્યો ફાળવવામાં આવ્યા હતા. દેખીતી રીતે આ સ્ફછ સરકારની રચનાના થોડા મહિના પછી કરવામાં આવ્યુ. પરંતુ અમને તેની જાણ માત્ર ૨.૫ વર્ષ પછી થઈ હતી. હજુ પણ કોઈ જાણતું નથી કે કયો મંત્રી અમારી સાથે જાેડાયેલો છે.

કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ કહ્યું કે, પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીથી પાછળ રહી ગઈ છે કારણ કે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર નિયમિતપણે દ્ગઝ્રઁ ધારાસભ્યોને મળે છે, ભંડોળ ફાળવે છે અને તેમની ફરિયાદો સાંભળે છે.

કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ છે કે એનસીપીના મંત્રાલયોને વધુ પૈસા ફાળવવામાં આવ્યા. જાે વસ્તુઓ એવી જ રહી તો મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અન્ય રાજ્યોની જેમ હાંસિયામાં ધકેલાઈ જશે તેમ કોંગ્રેસ ધારાસભ્યોનુ માનવુ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.