Western Times News

Gujarati News

અમેરિકા સાથેના સંબંધો બગડવાથી પાકિસ્તાનની સેના નારાજ થઇ

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં રાજકિય ઉથલપાથલની વ્યૂહરચનાની વચ્ચે ફસાયેલા વડાપ્રધાન ઇમરાનખાને પોતાના દેશવાસીઓને સંબોધન કરતા જણાવ્યું કે પાકિસ્તાન મારા કરતા પાંચ વર્ષ જ મોટું છે અને અમે આ દેશની પ્રથમ જનરેશન છીએ.

અમેરિકાના હિમાયતી બનવુંએ જનરલ મુશર્રફની સૌથી મોટી ભૂલ હતી. પોતે આઝાદ વિદેશનીતિનો પક્ષ કરતા કરે છે.સંબોધન પહેલા ઇમરાનખાનના ઘરે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની ૩૭મી બેઠક મળી હતી જેમાં પાકિસ્તાનના રક્ષામંત્રી, ઉર્જામંત્રી ગૃહમંત્રી સહિતના મંત્રીઓ અને સંબંધિત મંત્રીઓ હાજર રહયા હતા.

અમેરિકા પર પાકિસ્તાનની રાજનીતિમાં દખલગીરી કરવાનો આરોપ લગાવ્યા બાદ પાકિસ્તાન અમેરિકા વિરુધ રાજનીયિક વિરોધ નોંધાવશે, એટલું જ નહી અમેરિકાના ઉચ્ચ અધિકારીને બોલાવીને આની જાણ પણ કરવામાં આવશે એવો રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં ર્નિણય લેવાયો હતો.

રાજકિય નિષ્ણાતોનું માનવું છે કે ઇમરાનખાન સરકારે અમેરિકા સાથેના સંબંધો ખરાબ કરી નાખ્યા હતા. અમેરિકાએ આતંકવાદ સામે લડવા માટે મળતી મદદનું ફંડ અટકાવી દીધું હતું, ઘર આંગણે આર્થિક મુશ્કેલીઓ વધતી જતી હતી આથી ઇમરાનખાન રશિયા તથા ચીન તરફ ઢળી રહયા હતા.

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો એ જ સમયે પાક વડાપ્રધાને રશિયાની વિઝીટ કરી હતી. ઇમરાનખાનની આ હરકતથી અમેરિકા નારાજ થયું હતું. ચીન અને પાકિસ્તાન વચ્ચે વધતી જતી આર્થિક ભાગીદારી પણ અમેરિકાને ખુંચતી હતી. અમેરિકા સાથેના સંબંધો બગડવાથી પાકિસ્તાનની સેના નારાજ હતી. ઇમરાનખાનના ભાષણ પછી હવે એ વધુ સ્પષ્ટ થયું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.