Western Times News

Gujarati News

અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ બાયોરિસર્ચ ખાતે ર્એલ્યુમિનિ મીટનું આયોજન

અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ બાયોરિસેર્ચ  ઇન્સ્ટિટયૂટ,અડાલજ ખાતે તારીખ 12-10-2019 ના રોજ  શરદ પૂનમના પાવન અવસર પર ગરબાનું  અને એલ્યુમિનિ મીટનું આયોજન કર્યું હતું.

જેમાં મા ભગવતી ની આરતી કરીને રાસ ગરબા નો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાના 450 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થા તરફથી આમંત્રિત મહેમાનોએ  ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.  કાર્યક્રમના આખરે વિધાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે અલગ અલગ પ્રકારના એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતા. જેમાં પ્રિન્સ , પ્રિન્સેસ , બેસ્ટ સ્ટાઇલ , બેસ્ટ ડ્રેસ જેવા અનેકાનેક એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.