Western Times News

Gujarati News

આ અભિનેત્રીના ઘરમાંથી થઈ 1.41 કરોડના દાગીના અને રોકડની ચોરી

મુંબઇ,  અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર આહુજાના ઘરમાંથી ૧.૪૧ કરોડ રૂપિયાના દાગીના અને રોકડની ચોરી થઈ છે. સોનમ કપૂરની સાસુએ તુગલક રોડ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. Sonam Kapoor-Anand Ahuja’s Delhi Residence Robbed- Cash & Jewellery Worth Rs. 1.41 Crore Stolen

તુઘલક રોડ પોલીસ સ્‍ટેશને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ મામલો ખૂબ જ હાઈપ્રોફાઈલ હોવાથી નવી દિલ્‍હી જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ તેને ગંભીરતાથી લઈને અનેક ટીમો બનાવી છે. ૨૫ નોકર ઉપરાંત ૯ કેરટેકર , ડ્રાઇવર અને માળી અને અન્‍ય કર્મચારીઓ પણ ઘરમાં કામ કરે છે. પોલીસ તમામની પૂછપરછ કરી રહી છે.

ક્રાઈમ ટીમ ઉપરાંત એફએસએલની ટીમ પુરાવા એકત્ર કરવામાં વ્‍યસ્‍ત છે. હજુ સુધી આરોપીઓનો કોઈ સુરાગ મળ્‍યો નથી. મામલો હાઈ પ્રોફાઈલ હોવાના કારણે પોલીસે મામલો દબાવી દીધો હતો. મામલો હમણાં જ ધ્‍યાને આવ્‍યો છે.

નવી દિલ્‍હી જિલ્લાના વરિષ્ઠ અધિકારીના જણાવ્‍યા અનુસાર, સોનમ કપૂરના સાસરિયાં ૨૨ અમૃતા શેરગિલ માર્ગ પર છે. અહીં તેની દાદી સાસુ સરલા આહુજા (૮૬), પુત્ર હરીશ આહુજા અને પુત્રવધૂ પ્રિયા આહુજા સાથે રહે છે.

સરલા આહુજા, મેનેજર રિતેશ ગૌરા સાથે ૨૩ ફેબ્રુઆરીએ તુગલક રોડ પોલીસ સ્‍ટેશન પહોંચી અને ફરિયાદ કરી કે તેમના રૂમના અલમિરાહમાંથી રૂ. ૧.૪૦ લાખના દાગીના અને રૂ. ૧ લાખની રોકડની ચોરી થઈ ગઈ છે. જયારે તેણે ૧૧ ફેબ્રુઆરીએ અલમિરાહની તપાસ કરી તો ઘરેણાં અને રોકડ ગાયબ હતી.

સરલા આહુજાએ પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે તેણે લગભગ બે વર્ષ પહેલા ઘરેણાંની તપાસ કરી હતી, ત્‍યારબાદ તેને અલમારીમાં રાખવામાં આવી હતી.પોલીસ અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, ઘરમાં લગભગ ૨૫ નોકર અને ૯ કેરટેકર છે. દરેકની પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી આરોપીનો કોઈ સુરાગ મળ્‍યો નથી.

આવી સ્‍થિતિમાં પોલીસ ફોરેન્‍સિક સાયન્‍સની મદદ લેવાનું વિચારી રહી છે. પોલીસે રિતેશ ગૌરાની ફરિયાદ પર કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ હવે એક વર્ષના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. તુઘલક રોડ પોલીસ સ્‍ટેશનની અનેક પોલીસ આ મામલે જોરશોરથી શોધખોળ કરી રહી છે.

સોનમ કપૂરના પતિ આનંદ આહુજા તેના કાકા સુનીલ સાથે કેલિફોર્નિયામાં રહે છે. તે વારંવાર આવે છે અને જાય છે. પીડિત પરિવારની સાઈ એક્‍સપોર્ટ્‍સ કપડાની કંપની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.