Western Times News

Gujarati News

મ્યુનિ. STP વિભાગનો ભ્રષ્ટાચાર: મ્યુનિ. કોર્પો. બંધ પ્લાન્ટની જાળવણી માટે રૂા.૩.પ૦ કરોડ ચુકવશે

પ્રતિકાત્મક

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિભાગમાં ભ્રષ્ટાચાર અને વિવાદ લગભગ કાયમી બની ગયા છે. એસટીપી પ્લાન્ટના પેરામીટર જળવાતા ન હોય તેમ છતાં પુરા પેમેન્ટ આપવા કે પેનલ્ટી કરી હોય તેવા સંજાેગોમાં કોન્ટ્રાકટરના દબાણવશ પેનલ્ટીની ફાઈલો અભરાઈએ મુકવી જેવા કિસ્સા સામાન્ય બની ગયા છે.

હવે આ તમામ કૌભાંડોની હરોળમાં એક નવું કૌભાંડ આકાર લઈ રહયુ છે. મ્યુનિ. એસટીપી વિભાગના સ્લજમાંથી ખાતર બનાવવાના પ્લાન્ટ કાયદાકીય દૃષ્ટિએ કાર્યરત થયો ન હોવા છતાં તેના ઓપરેશન-મેઈન્ટેન્સ પેટે દર વરસે કરોડો રૂપિયા ચુકવવામાં આવી રહયા છે.

મ્યુનિ. એસટીપી વિભાગ દ્વારા ર૦૧૮ના વર્ષમાં “ગામા રેડીએશન પ્લાન્ટ”નું કામ પૂર્ણ કરવામાં આવ્યુ હતું તથા ર૦૧૯માં તેનું લોકાર્પણ થયુ હતું. પૂર્વ મ્યુનિ. કમિશ્નર ડી.થારા એ સ્લજમાંથી ખાતર બનાવી તેના વેચાણ કરવાના આશયથી સદ્‌ર પ્લાન્ટનું કામ શરૂ કરાવ્યુ હતું.

સ્લજમાંથી વાયરસ અને બેકટેરીયા દુર કરવા માટે “ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર” પાસેથી ‘ગામા રેડીએશન’ (એબોલ્ટ-૩૦) ટેકનોલોજી લેવામાં આવી હતી. જયારે ઉત્પન્ન થનાર ખાતરના ટેસ્ટીંગ- વેચાણ માટે આણંદ સ્થિત એગ્રીકલ્ચર યુનિવસીર્ટી સાથે કરાર કરવામાં આવ્યા હતા.

સદ્‌ર પ્લાન્ટ કાર્યરત થયા બાદ સ્લજની જે આવક થઈ તેના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા જેમાં ખૂબ જ મોટી માત્રામાં હેવી મેટલ અને આર્યન મળી આવ્યા હતા. ભાભા એટોમીકની ટેકનોલોજીના ઉપયોગથી સ્લજમાંથી માત્ર વાયરસ અને બેકટેરીયા જ દુર થઈ શકે છે

જયારે હેવી મેટલ્સ અને આર્યન દુર થતા નથી સદ્‌ર રીપોર્ટ મળ્યા બાદ તત્કાલીન સીટી ઈજનેરે ત્રણથી ચાર ખાનગી લેબ.માં પણ ટેસ્ટીંગ કરાવ્યા હતા પરંતુ તેના રીપોર્ટમાં કોઈ ફરક આવ્યા ન હતા જેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા ખાતર ઉત્પાદન તથા વેચાણ માટે લાઈસન્સ આપવામાં આવ્ય્‌ નથી.

મ્યુનિ. એસટીપી વિભાગના “ગામા રેડીએશન પ્લાન્ટ”માં ખાતર ઉત્પાદન માટે લાઈસન્સ મળ્યુ ન હોવાથી બુધ્ધિશાળી અધિકારીઓએ નવો નુસ્ખો અજમાવ્યો હતો જે હજી પણ કાર્યરત છે પ્લાન્ટમાં એકત્રીત થતા સ્લજમાંથી રેડીએશન દ્વારા વાયરસ અને બેકટેરીયા દુર કર્યા બાદ તેનો પાવડર બનાવવામાં આવે છે.

સ્લજમાંથી જે પાવડર તૈયાર થાય છે તેની ઉપર નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશીયમ (દ્ગઁદ્ભ)નો સ્પ્રે કરવામાં આવે છે. આમ, પાવડર પર કેમીકલનો સ્પ્રે કરીને તેને “ખાતર” જાહેર કરવામાં આવી રહયુ છે પરંતુ ખાતરના વેચાણ માટે પરવાનગી મળી ન હોવાથી પ્લાન્ટમાં જ “પાવડર કમ ખાતર”ની થેલીઓ મુકી રાખવામાં આવતી હતી સ્લજ પાવડરનો જથ્થો વધી ગયા બાદ “બળજબરી પૂર્વક” તેનો ઉપયોગ મ્યુનિ. બગીચામાં કરવામાં આવ્યો હતો

પરંતુ લગભગ છેલ્લા ૦૬ મહીનાથી “સ્લજ પાવડર”નું ઉત્પાદન બંધ હોવાથી બગીચામાં પણ સપ્લાય બંધ કરવામાં આવ્ય્‌ છે તેમ છતાં એસટીપી વિભાગ દ્વારા “ભાભા એટોમીક” દ્વારા અપગ્રેડેશન થઈ રહયુ હોવાથી ઉત્પાદન બંધ હોવાના પાયા વિહોણા કારણો આપવામાં આવી રહયા છે. અત્રે નોંધીય બાબત એ છે કે સ્લજમાં હેવી મેટલ્સ અને આર્યનનું પ્રમાણ વધુ હોય તો ખાતર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે તેવા સંજાેગોમાં તે “ડી-કમ્પોસ્ટ” થતા નથી

જેના કારણે શાકભાજી કે ફ્રુટમાં તેના મુળ સ્વરૂપમાં જ રહે છે તથા તેનો ઉપયોગ કરનાર વ્યક્તિના શરીરમાં આ હેવી મેટલ્સ અને આયર્ન પણ પ્રવેશ કરે છે. મ્યુનિ. સ્લજ રેડીએશન પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા ખાતરમાં આટલી ભયાનકતા હોવા છતાં અધિકારીઓ તેમની “દુકાન” ચલાવવા પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરી રહયા છે તેમજ સ્લજ પાવડરમાં ખાતરના એક પણ તત્વ ન હોવાથી દ્ગઁદ્ભ સ્પ્રે કરી તેનો ખાતર તરીકે ઉપયોગ કરાવી રહયા છે.

મ્યુનિ. ગામા રેડીએશન પ્લાન્ટમાં ર૦૧૯માં ખાતરનુ ઉત્પાદન- વેચાણ થયા ન હોવા છતાં ત્રણ વર્ષ માટે રૂા.૩.૬૯ કરોડના ખર્ચથી તેના ઓપરેશન-મેઈન્ટેન્સ આપવામાં આવ્યા હતા જેની મુદત ર૦રરમાં પૂર્ણ થતા ફરીથી ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા

તથા તે જ પાર્ટીને વધુ એક વખત રૂા.૩.૭૦ કરોડના ખર્ચથી ઓપરેશન- મેઈન્ટેન્સ આપવા માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. સદ્‌ર દરખાસ્તને વોટર સપ્લાય કમીટીની મંજુરી માટે શુક્રવારે રજુ કરવામાં આવી હતી પરંતુ કમીટી ચેરમેનને કૌભાંડની ગંધ આવી ગઈ હોવાથી કોઈ-નિર્ણય લેવામાં આવ્યો નથી.

કમીટી ચેરમેન જતીનભાઈ પટેલે છેલ્લા ત્રણ વર્ષમાં ઉત્પાદન અને વેચાણ કરવામાં આવેલા ખાતર તથા ત્રણ વર્ષમાં પ્લાન્ટ માટે કરવામાં આવેલા ખર્ચની માહિતી મંગાવી છે હવે રસપ્રદ બાબત એ રહેશે કે નરી આંખે જાેઈ શકાય તેવા કૌભાંડ મામલે સતાધારી પાર્ટી દ્વારા કેવા નિર્ણય લેવામાં આવશે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.