Western Times News

Gujarati News

ટંકશાળ રોડ પર ટ્રાફિક સહિતની સમસ્યાને લઈને વહેપારીઓ પરેશાન

શ્રીઅમદાવાદ કટલરી એન્ડ જનરલ મર્ચન્ટ એસોસીએશનની મીટીંગમાં અલગ-અલગ પ્રશ્નોની ચર્ચાઃ વહેપારીઓને ટ્રાફિક સમસ્યાના સંદર્ભમા માર્ગદર્શન માટે વર્કશોપ યોજાશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના ટંકશાળ રોડ પરના વહેપારીઓને બે પ્રશ્નો ખૂબ જ સતાવી રહયા છે તેમાં પ્રથમ ટ્રાફિકનો તથા બીજાે ટોયલેટનો આમ તો સામાન્ય જણાતી આ બે સમસ્યાને લઈને ટંકશાળ રોડ પરના ૧ર૦૦ કરતા વધુ વહેપારીઓ પરેશાન છે. આ વહેપારીઓનું એસોસીએશન છે શ્રી અમદાવાદ કટલરી એન્ડ જનરલ મર્ચન્ટ એસોસીએશનના પ્રમુખ લક્ષ્મણભાઈ આસવાની છે જયારે જાેઈન્ટ પ્રેસીડેન્ટ અમીતભાઈ દેસાઈ છે.

આ અંગે વધુ વિગતો માટે સંપર્ક સાધતા અમીતભાઈએ વાતચીતમાં જણાવ્યુ હતું કે ટંકશાળ રોડ પર ૧ર૦૦થી વધુ દુકાનો આવેલી છે જેમાં વહેપારીઓ વર્ષોથી ધંધો-વ્યવસાય કરી રોજી મેળવે છે. આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાય છે.

અહીંયા “ટ્રાયંગલ” આવેલુ છે. જેમાં એક માર્ગ માણેકચોક તરફ જાય છે બીજાે માર્ગ હાજા પટેલની પોળ થઈને રીલીફરોડ તરફ જાય છે. જયારે ત્રીજાે માર્ગ ગાંધી રોડ વળે છે અહીંયા ટ્રાફિકજામની સમસ્યા વિશેષ જાેવા મળે છે. આ સમસ્યાના નિવારણ અર્થે વહેપારીઓ આગળ આવ્યા છે. સાંજના સમયે કલાક-દોઢ કલાક ચક્કાજામની સ્થિતિ સર્જાય છે

જેને લીધે વહેપારીઓ અને તેમના માણસો જાતે જ વોલીયન્ટર્સ બનીને ટ્રાફિક હળવો કરવાની કામગીરી બજાવે છે. આગામી દિવસોમાં વધુ વહેપારીઓ આ કામગીરીમાં જાેડાય તેવો ઉદ્દેશ છે.

બીજી તરફ વહેપારીઓમાં ટ્રાફિકના સંદર્ભમાં જાગૃતિ આવે તે માટે આગામી દિવસોમાં વર્કશોપ યોજીને વહેપારીઓને માર્ગદર્શન આપવામાં આવશે તદ્‌ઉપરાંત પોલીસ સાથે પરામર્શ કરીને આગળ વહેપારીઓ તરફથી શું સહયોગ મળે તે અંગે ચર્ચા- વિચારણા કરાશે.

ટંકશાળના વહેપારીઓનો બીજાે મોટો પ્રશ્ન ટોયલેટનો છે. આ માર્ગ પર કોર્પોરેશન તરફથી કોઈ જાહેર શૌચાલય બનાવાયુ નથી અહીંયાના વહેપારીઓ તથા ત્યાં આવતા ગ્રાહકો માટે તેનાથી સમસ્યા સર્જાય છે. જાેકે જાહેર શૌચાલય ક્યાં બનાવવુ તે અંગે આગામી દિવસોમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવશે. હાલમાં કોઈ સહમતી સધાઈ નથી.

સ્થાનિક વહેપારીઓની દુકાનો ખૂબ જ નાની હોવાથી બહારની તરફ ટોયલેટની સુવિધા માટે સૌ કોઈ સાથે મળીને નિર્ણય લેશે. આ બે સમસ્યાની સાથે લારી-ગલ્લાના દબાણોનો મોટો પ્રશ્ન છે તે બાબતે ચર્ચા- વિચારણા હાથ ધરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.