Western Times News

Gujarati News

કોંગ્રેસની નવી ટીમ રાહુલ ગાંધીને મળીઃ સિદ્ધુ અને ચન્ની ગાયબ

નવીદિલ્હી, પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા અમરિન્દર સિંહ રાજાએ સોમવારે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. રાજાની સાથે સીએલપી નેતા પ્રતાપ સિંહ બાજવા અને કાર્યકારી પ્રમુખ ભારત ભૂષણ આશુ પણ હતા. જાેકે, નવજાેત સિંહ સિદ્ધુ અને ચરણજીત સિંહ ચન્ની આ બેઠકમાંથી ગાયબ જાેવા મળ્યા હતા.

કોંગ્રેસે પંજાબ સરકારના ભૂતપૂર્વ પ્રધાન અમરિન્દર સિંહ રાજાને પીસીસી અધ્યક્ષ અને પ્રતાપ સિંહ બાજવાને ધારાસભ્ય દળના નેતા તરીકે નિયુક્ત કર્યા છે. પાર્ટી દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ભારત ભૂષણ આશુને પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે રાજકુમાર છાબ્બેવાલને વિધાનમંડળના ઉપનેતા બનાવવામાં આવ્યા છે.

ચરણજીત સિંહ ચન્ની સરકારમાં પરિવહન મંત્રી રહેલા અમરિન્દર સિંહ રાજાને પાર્ટીના ચળકતા યુવા નેતા માનવામાં આવે છે. તેઓ ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ બાજવાને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવે છે. બાજવા, જેઓ થોડા અઠવાડિયા પહેલા સુધી રાજ્યસભાના સભ્ય હતા, તેઓ પંજાબના કડિયાન વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય બન્યા છે.

તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને આમ આદમી પાર્ટી પાસેથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી નવજાેત સિંહ સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે.

સોમવારે રાહુલ સાથે રાજ્યના નેતાઓની બેઠકમાં સિદ્ધુ અને ચન્નીની ગેરહાજરી પર સવાલો ઉઠી રહ્યા છે. પાર્ટીએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.