Western Times News

Gujarati News

82% લાર્જ કેપ ફંડે 5 વર્ષના ગાળામાં બેન્ચમાર્ક કરતાં ઓછું વળતર આપ્યું

એસએન્ડપી ડાઉ જોન્સ ઇન્ડાઇસીસે SPIVA ઇન્ડિયા યર-એન્ડ 2021ના પરિણામો જાહેર કર્યા

મુંબઈ, વિશ્વનાં અગ્રણી ઇન્ડેક્સ પ્રોવાઇડર એસએન્ડપી ડાઉ જોન્સ ઇન્ડાઇસીસ (“S&P DJI”)એ આજે એસએન્ડપી ઇન્ડાઇસીસ વર્સિસ એક્ટિવ ફંડ્સ (SPIVA®) ઇન્ડિયા સ્કોરકાર્ડ રિપોર્ટ પ્રસ્તુત કર્યો હતો. Over 82% of Indian Equity Large Cap funds underperformed their benchmark in the five-year period ending December 2021

આ રિપોર્ટ મુજબ, 50 ટકા ઇન્ડિયન ઇક્વિટી સાર્જ કેપ ફંડ્સે ડિસેમ્બર, 2021માં પૂર્ણ થયેલા એક વર્ષના ગાળામાં એસએન્ડપી બીએસઈ 100 કરતાં ઓછું વળતર આપ્યું છે. આ જ ગાળામાં 50 ટકા ઇન્ડિયન ઇક્વિટી મિડ-/સ્મોલ-કેપ અને 27 ટકા ઇન્ડિયન ઇએલએસએસ ફંડે તેમના સંબંધિત બેન્ચમાર્ક કરતાં ઓછું વળતર આપ્યું છે.

આ એક વર્ષના ગાળામાં વર્ષ 2021ના મોટા ભાગના ગાળા માટે બજારમાં તેજી હતી અને એસએન્ડપી બીએસઈ 100માં 26 ટકાનો વધારો થયો હતો. ઓછું વળતર લાંબા ગાળા માટે પણ જોવા મળે છે, 68 ટકા લાર્જ-કેપ ફંડે ડિસેમ્બર, 2021માં પૂર્ણ થયેલા 10 વર્ષના ગાળામાં તેમના બેન્ચમાર્ક કરતાં ઓછું વળતર આપ્યું છે.

દરમિયાન ઇએલએસએસમાં એક્ટિવ ફંડ અને મિડ-/સ્મોલ-કેપ કેટેગરીઓએ વળતરની દ્રષ્ટિએ તેમના બેન્ચમાર્કો કરતાં વધારે સારું વળતર આપ્યું છે. રિપોર્ટ જણાવે છે કે, આશરે 39 ટકા એક્ટિવ ઇએલએસએસ અને 37 ટકા એક્ટિવ મિડ-/સ્મોલ-કેપ ફંડોએ ડિસેમ્બર, 2021માં પૂર્ણ થયેલા છ મહિનામાં ગાળામાં તેમના સંબંધિત બેન્ચમાર્ક કરતાં ઓછું વળતર આપ્યું છે.

એસએન્ડપી ડાઉ જોન્સ ઇન્ડાઇસીસના ગ્લોબલ રિસર્ચ એન્ડ ડિઝાઇનના એસોસિએટ ડિરેક્ટર આકાશ જૈને કહ્યું હતું કે, “ડિસેમ્બર, 2021માં પૂર્ણ થયેલા એક વર્ષના ગાળામાં મિડ-/સ્મોલ-કેપ સ્પિવા ઇન્ડિયા સ્કોરકાર્ડમાં આવરી લેવામાં આવેલી ઇક્વિટીઓ વચ્ચે બેસ્ટ પર્ફોર્મિંગ ફંડ કેટેગરી હતી.

આ કેટેગરી માટે બેન્ચમાર્ક એસએન્ડપી બીએસઇ 400 મિડસ્મોલકેપ ઇન્ડેક્સ આ જ ગાળામાં 51 ટકા વધારે હતો. એક્ટિવ ફંડ્સની આ કેટેગરીમાં બજારના સહભાગીઓને ફંડ રિટર્નમાં વધારે વધઘટ જોવા મળી શકે છે, કારણ કે પ્રથમ અને ત્રિમાસિક ક્વાર્ટાઇલ ફંડમાં ફરક 19 ટકા હતો, જેથી ફંડની પસંદગીના પડકારો પ્રસ્તુત થયા છે.”

ડિસેમ્બર, 2021માં પૂર્ણ થયેલા એક વર્ષના ગાળામાં એસએન્ડપી બીએસઇ ઇન્ડિયા ગવર્મેન્ટ બોન્ડ ઇન્ડેક્સ અને એસએન્ડપી બીએસઇ ઇન્ડિયા બોન્ડ ઇન્ડેક્સમાં અનુક્રમે 3 ટકા અને 4 ટકાનો વધારો થયો હતો. લાંબા ગાળામાં બોન્ડ કેટેગરીમાં મોટા ભાગના એક્ટિવ ફંડે સંબંધિત બેન્ચમાર્ક કરતાં ઓછું વળતર આપ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.