Western Times News

Gujarati News

ગોધરા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનમાંથી મહિલા મુસાફર નું ૪૫ હજાર રૂ!નુ પર્સ લૂંટી ને લૂંટારુ ફરાર..!!

ગોધરા, ગોધરા રેલવે સ્ટેશન ઉપરથી રાત્રી દરમિયાન પસાર થતી ટ્રેનોના મુસાફરોના મોબાઈલ ફોન મહિલાઓના પર્સ તથા ગળામાં પહેરેલા અછોડા તોડીને ટ્રેનમાંથી કૂદીને ભાગી જવાના બનાવો સતત બનતા હોવાની ઉભી થયેલ ગંભીર ફરીયાદો મા આ સિન્ડિકેટ ઓર્ગેનાઇઝડ ક્રાઈમ ના કુખ્યાત ચહેરાઓ કોણ છે.?

અને તેઓના કરતૂતોથી ગોધરા રેલવે પોલીસ ફોર્સ સુપરે વાકેફ હોવા છતાપણ આ લૂંટના બનાવો અટકવાના બદલે વધી રહ્યા છે. આ યથાવત સિલસિલા વચ્ચે ઉત્તરપ્રદેશથી સામાજિક પ્રસંગ પતાવી ને ગાજીપુર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં પરત વાપી આવી રહેલા મહિલા મુસાફર અનિતાબેન સંતોષભાઈ જાદવનું લેડીઝ પર્સ કે જેમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સાથે અંદાજે ૪૫ હજાર રૂ! નુ પર્સ એક અજાણ્યા યુવાન લુટારા બળપૂર્વક આચકી ને ચાલુ ટ્રેને કૂદીને ભાગી જવાના બનાવ સંદર્ભમાં લાચાર મહિલા મુસાફરે વાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આ ટ્રાન્સફર ફરિયાદના આધારે ગોધરા રેલવે પોલીસ તંત્ર એ ઈ.પી.કો.૩૭૯ મુજબ ગુનો દાખલ કર્યો છે.!

ગત તારીખ 14 મી ની  મધ્યરાત્રીએ ગાજીપુર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર એસ.8 સીટ નંબર 76 ઉપર મુસાફરી કરી રહેતા વાપીના મહિલા મુસાફર અનિતાબેન સંતોષભાઈ જાદવ ગોધરા રેલવે સ્ટેશન ઉપર થી જેવી ટ્રેન શરૂ થઈ કે અચાનક અંદાજે ૨૫ વર્ષના પાતળા બાંધાના આવેલા યુવાન લૂંટારાએ કથ્થઈ કલરનો લેડીઝ પર્સ ખેંચતા મહિલાએ પર્સ નો પટ્ટો પકડીને પ્રતિકાર કરે આ પહેલા પર્સ ખેંચતા પટ્ટો મહિલાના હાથ માં રહી ગયો અને લુટારા ચાલુ ટ્રેને પર્સ લઈને ફરાર થઈ ગયો હતો. આ પર્સ માં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ,એ.ટી.એમ કાર્ડ વિ. દસ્તાવેજી પુરાવાઓ હતા.!!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.