Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં માવઠાંની આગાહી

સુરેન્દ્રનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગર એમ સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં આજથી બે દિવસ માવઠાની આગાહી વચ્ચે આજે સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી, જુનાગઢ પંથકમાં સવારના સમયે સામાન્ય છાંટા પડયા હતા ગીર પંથકમાં આકાશમાં વાદળો છવાતા જગતાત ચિંતિત બની ગયો છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, વડોદરા, ભરુચ ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં કમૌસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.

ધોરાજીમાં ભારે ઉકળાટ બાદ આજે વહેલી સવારે આકાશમાં વાદળો છવાયા હતા અને સવારે થોડા થોડા છાંટા પડતા ધરતી પુત્રો ચિંતામાં મુકાયા હતા.

જો વધુ વરસાદ આવે તો ડુંગળી, લસણ, શાકભાજી, તલ, ઉનાળુ મગફળી અને કઠોળના પાકો અને સુકો ઘાસ ચારો હજુ ખેડુતોના ખેતરમાં પડયો છે. હાલ અત્યારે ટપક ટપક વરસાદ આવે છે. વધુ વરસાદ અધોગતિનો તારશે. તલ, અડદ, ડુંગળી, મગ સહિતના પાકને નુકશાની થાય તેવી દહેશત ઉભી થવા પામી છે.

સૌરાષ્ટ્રના જે ચાર જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. તેમાં જૂનાગઢ જિલ્લાનો સમાવેશ થતો નથી છતા આજે સવારે સોરઠ પંથકમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડયો હતો.

આવતીકાલથી ચૈત્રી દનૈયાઓ શરૂ થઈ રહ્યા છે. ત્યારે ચૈત્રી દનૈયાઓ તપે તેમ ચોમાસુ સારૂ રહે તેવો વર્તારો હોય છે.પરંતુ જે રીતે આ વખતે વાતાવરણ પલટાયું છે. તે જોતા એવુંલાગી રહ્યું છે કે આ વખતે ચૈત્રી દનૈયાઓ બગડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.