Western Times News

Gujarati News

ભરૂચની શ્રવણ ચોકડી નજીક BTETનો જવાન વાહનચાલક પાસેથી રૂપિયાની ઉઘરાણી કરતો ઝડપાયો

ભરૂચ શહેરની અનેક ચોકડીઓ ઉપર વાહનચાલકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાની ફરિયાદો ઉઠી હતી.

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લામાં નવનિયુક્ત એસ.પી ડૉ.લીના પાટીલની એન્ટ્રી બાદ પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર સપાટો બોલાવ્યો છે.ત્યારે ભરૂચમાં ટ્રાફિક ઉપર નિયંત્રણ મુકવા માટે મદદરૂપ બીટીઈટીના જવાનો વાહન ચાલકો પાસે થી ગેરકાયદેસર રૂપિયાનું ઉઘરાણું કરી રહ્યા હોવાની ફરિયાદ તેમજ વિડીયો સામે આવ્યો છે.

તો અગાઉ થોડા સમય પહેલા એસીબીએ ભરૂચ માંથી ઉઘરાણું કરનારાઓની ઘરપકડ પણ કરી છે.ત્યારે શ્રવણ ચોકડી નજીક વધુ એક બીટીઈટીનો જવાન રૂપિયા લેતા કેમેરામાં કેદ થયો છે.ત્યારે આ જવાન સામે પોલીસ વિભાગ શું કાર્યવાહી કરે છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

ભરૂચમાં શ્રવણ ચોકડી ઉપર સવારે મિનિટે બીટીઈટીઓ જવાન ડમ્પર ચાલકને રોકી ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલી તેને દબડાવી રૂપિયા લઈ રહ્યો હોવાની ઘટનાનો વિડીયો નજીક માંથી પસાર થતા વાહન ચાલકે બીટીઈટી જવાનનો ઉઘરાણીનો વિડીયો કેદ કરી મીડિયા અને સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરી બીટીઈટીના જવાનોની ઉઘરાણીને દૂર કરવાના પ્રયાસો કર્યા છે.

બીટીઈટીનો જવાન વાહન ચાલક પાસે થી રૂપિયાની ઉઘરાણી કરતો વિડીયો વાયરલ થયા બાદ ભરૂચ પોલીસ આ બીટીઈટીના જવાન સામે શું કાર્યવાહી કરે છે અને બીટીઈટીના જવાને લીધેલા રૂપિયા ફરજ ઉપર રહેલા પોલીસકર્મીને આપે છે કે પછી પોલીસકર્મીની મીલીભગત થી ઉઘરાણી થતી હતી તેવા અનેક પ્રશ્નો ઉપર જીણવટ ભરી તપાસ કરી કાર્યવાહી કરે તો અન્ય બીટીઈટીના જવાનો આવી ઉઘરાણી કરવાની હિંમત ન કરે તેવા પ્રયાસો પોલીસ કરે તેવી માંગ ઉઠી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.