Western Times News

Gujarati News

લાભી ગામે સોલંકી ફળીયામાં આવેલા બગડેલા પાણીના હેંન્ડપંપને રિપેર કરવા સ્થાનિક લોકોની રજૂઆત છતા પરિણામ શુન્ય.

સોલંકી ફળીયામા આવેલા હેંડપંપનો ૧૦૦થી વધુ લોકોનો ઉપયોગ

શહેરા,પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકાના લાભી ગામે સોલંકી ફળિયામા આવેલો હેંડપંપ બગડેલી હાલતમા હોવાથી આસપાસના રહિશોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.અહીંના સ્થાનિકોએ જવાબદાર તંત્રને પણ આ હેંડપંપ રીપેર કરવા રજૂઆત કરી હોવા છતા પરિણામ શુન્ય જોવા મળી રહ્યૂ છે.હાલમા ઉનાળો તેના આકરા પાણીએ છે ત્યારે અન્ય જગ્યાએ પાણી ભરવા માટે અહીંના લોકોને જવૂ પડે છે.અહિના લોકોનુ કહેવૂ છે કે તંત્ર વહેલી તકે ઉનાળામાં પાણીની જરૂરિયાતની પરિસ્થિતિ સમજીને હેંડપંપ વહેલી તકે રીપેર કરે તેવી માંગ ઉઠવા પામી છે.

ઉનાળાની શરૂઆત થતા પાણીના પોકારો ઉઠવા પામે છે.શહેરા તાલૂકામાં પણ ગ્રામીણ વિસ્તારોમાં ઉનાળામા પાણીની સમસ્યાઓ સર્જાતી રહે છે.તાલુકાના લાભી ગામે આવેલા સોલંકી ફળીયામાં અંદાજીત ૨૦થી વધુ ઘરો આવેલા છે.પીવાના તેમજ ઘર ઉપયોગી પાણીના વપરાશ માટે અહી આવેલા હેંડપંપના પાણીનો ઉપયોગ કરતા હોય છે. સ્થાનિકોનુ જણાવવુ છેકે અમારા સોલંકી ફળીયામાં આવેલા હેંડપંપમા પાણીનુ તળ ફુલ છે.

પરંતૂ પાછલા સાતેક દિવસથી અહી હેંડપંપ બગડી ગયો છે.તેના કારણે પાણી આવતુ નથી.તેના કારણે અમારા ફળીયામા લોકોને પાણી માટે પારાવાર મૂશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ હેંડપંપનો ઉપયોગ અન્ય ફળીયાના લોકો પણ કરતા હોય છે.હેંડપંપ બગડી જતા અમે આ બાબતે જવાબદારતંત્રને રજૂઆત તેમજ ટેલિફોનિક જાણ વારંવાર કરવા છતા હેંડપંપ રીપેર કરવા કોઈ તસ્દી લેતા નથી.ઉનાળામાં પાણીનો ઉપયોગ પણ વધારે થતો હોય છે.ત્યારે હવે જવાબદાર તંત્ર આળસ ખંખેરીને આ લાભી ગામના હેંન્ડપંપને રીપેર કરવા તસ્દી લેશે કે નહી તેતો આવનારો સમય જ બતાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.