Western Times News

Gujarati News

AAP મેદાને ઉતરી : ખાનગી શાળાઓની મનમાની બંધ કરવાની માંગ સાથે અરવલ્લી કલેક્ટર કચેરી ખાતે સુત્રોચ્ચાર

અરવલ્લી, વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પાર્ટીઓ મેદાને ઉતરી રહી છે. BJP વધારે બેઠકો મેળવવા જોર લગાવી રહ્યું છે, તો કોંગ્રેસ પાર્ટીને જે બેઠકો મળી છે તેને બચાવવા કમર કસી છે, આ વચ્ચે આ વર્ષે AAP પાર્ટી 50 થી 60 બેઠકો મેળવવા માટે મેદાને ઉતરી છે. સમગ્ર રાજ્યમાં શિક્ષણના મુદ્દાને લઇને આપ પાર્ટીએ વિરોધના સૂર શરૂ કર્યા છે.

અરવલ્લી જિલ્લામાં આપ પાર્ટીએ શિક્ષણના વિવિધ મુદ્દાને લઇને કલેક્ટર કચેરી ખાતે વિરોધ દર્શાવ્યો હતો. જિલ્લા આપ પાર્ટીના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, અને શિક્ષણ વ્યવસ્થા સુધારવાની ઉગ્ર માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.આપ પાર્ટી આ વર્ષે દિલ્હી મોડલ લઇને ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે ત્યારે દિલ્હીમાં ચાલતી શિક્ષણ વ્યવસ્થાના મુદ્દે ચૂંટણી મેદાને છે

જેને લઇને અરવલ્લી જિલ્લામાં વિરોધ દર્શાવી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આ સાથે જ તેમણે એમપણ કહ્યું કે, કોરોના કાળ પછી આવકમાં ઘટાડો અને મોંઘવારીમાં વધારો થતાં લોકોને ઘરનું ગુજરાન ચલાવવું અઘરૂ બન્યું છે ત્યારે આવી વ્યવસ્થા બદલવાની ઉગ્ર માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપી વિરોધ કર્યો હતો. વિરોધ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા આપ પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આપ પાર્ટીની શિક્ષણ વ્યવસ્થાને લઇને મુખ્ય માંગ ખાનગી શાળાઓમાં ફી વધારો પાછોં ખેંચવો ડોનેશન પ્રથા બંધ કરવામાં આવે અને ડોનેશન માંગનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે યુનિફોર્મ, પુસ્તક સહિત શાળાને લગતી ચિજ-વસ્તુઓની ખરીદી માટે શાળાઓની મનમાની બંધ કરવામાં આવે ખાનગી શાળામાં શિક્ષકો અને સ્ટાફનું શોષણ બંધ કરવામાં આવે FRC કમિટીમાં વાલિઓને સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે

દિલીપ પુરોહિત.  બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.