Western Times News

Gujarati News

કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા DNA Day અંતર્ગત ‘Nurturing Future For Unborn’ વિષય પર વેબિનારનું આયોજન

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત Council On Science And Technology, Gandhinagar દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં સાયન્સ (વિજ્ઞાન), ટેકનોલોજી, એન્જીન્યરીંગ અને મેથ્સ (ગણિત) અને ખગોળ વિજ્ઞાન વિગેરેનો સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પ્રચાર-પ્રસાર દ્વારા લોક ભોગ્ય બનાવવા હેતું કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર પ્રેરિત GUJCOST માન્ય કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર વર્ષ ૨૦૦૨ થી કાર્યરત છે.

2003 થી દર વર્ષે 25 એપ્રિલના રોજ, વૈજ્ઞાનિકો, જીવવિજ્ઞાનીઓ અને જિનેટિક્સના ઉત્સાહીઓ રાષ્ટ્રીય DNA દિવસની ઉજવણી દ્વારા વિજ્ઞાનને એક ઉચ્ચ સ્તરે લઇ જવા પ્રેરતાં રહ્યા છે. વર્તમાન સમયમાં જીવવિજ્ઞાનના ઘણા ચમત્કારો કહી શકાય તેવા કાર્યો સરળ અને શક્ય લાગે છે, જે ભૂતકાળમાં અસંભવ અથવા કલ્પના લગતા. પરંતુ DNAની શોધ અને તેના વિશે વધુ ઊંડાણપૂર્વકના સંશોધનો દ્વારા વૈજ્ઞાનિકોએ ખેત પદ્ધતિમાં ઉત્તમ સફળ પરિણામો મેળવ્યા છે. ભવિષ્યના ઘણા પ્રશ્નોનું નિવારણ વર્તમાનમાં જ શક્ય બનાવી શક્યા છીએ. હાલ Artificial Intelligence અને DNAના સમન્વયથી માનવ જેવી લાક્ષણિકતા સાથેના રોબોટ પણ વિકસાવાઈ રહ્યા છે.

આ રોબોટિક યુગના આરંભમાં બાળકના જન્મ સમય પહેલા જ તેનું ભવિષ્ય નક્કી કરી તેને ભવિષ્ય માટે સુસજ્જ બનાવી શકાય તેવા અનોખા વિચાર સાથે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ સાંજે 8 કલાકે ઓનલાઈન YouTube – KRCSC Bhavnagar અને www.krcscbhavnagar.org પર Live વેબિનારનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં તજજ્ઞ શ્રી ડૉ. વિશાલ ભાદાણી દ્વારા ‘Nurturing Future For Unborn’ વિષય પર પોતાના વિચારો અને અનુભવો રજુ કરશે.

ઉપરોક્ત વિષયમાં રસ ધરાવતા તમામ લોકોને આ વેબીનારમાં જોડવા કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા આમંત્રણ પાઠવે છે. કાર્યક્રમમાં જોડાવા માટે  લોક વિજ્ઞાન કેન્દ્ર , ભાવનગરની વેબસાઈટ www.krcscbhavnagar.org પર વધુ માહિતી મેળવી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.