Western Times News

Gujarati News

મિલકતના બોગસ દસ્તાવેજ કરતો મહાઠગ ઝડપાયો

સુરત, પાર્ટી કો પૈસે કી બહુત જરૂરત હૈ, તો યે પ્રોપર્ટી અપને કો સસ્તે મે મીલ જાયેગી. એમ કહી વેસુ, પીપલોદ અને ઉધના-મગદલ્લા રોડ વિસ્તારની ચાર મિલકતના બોગસ વેચાણ દસ્તાવેજ કરી આપી રૂ. ૩.૬૬ કરોડ પડાવવાના પ્રકરણમાં ઇકોનોમિક સેલ દ્વારા ભેજાબાજની ધરપકડ કરવામાં આવી છે. આ ભેજાબાજે ચોરી થયેલા સ્ટેમ્પ પેપરના આધારે મિલકતના બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી દીધો હતો.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા બજરંગલાલ જૈન અને તેમના પુત્ર રોહિત જૈન સુરતના ઇચ્છાપોર ખાતે પ્લાસ્ટિકના દાણા બનાવવાની ફેક્ટરી ધરાવે છે.

તેમના પારિવારીક મિત્ર પવનકુમાર જવાહરલાલ જૈનનો પુત્ર ઉપવન ઉર્ફે બંટી જૈને વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૧ અંતર્ગત વેસુ વીઆઇપી રોડના વીઆઇપી પ્લાઝામાં ઓફિસ, પીપલોદના રીવર પેલેસનો ફ્લેટ, ઉધના-મગદલ્લા રોડના ધી લેજન્ડ બિલ્ડીંગ અને કેસલ બ્રાઉન કોમ્પ્લેક્ષનો ફ્લેટ ‘પાર્ટી કો પૈસે કી બહુત જરૂરત હૈ તો યે પ્રોપર્ટી અપને કો સસ્તે મે મીલ જાયેગી’ એમ કહી બોગસ વેચાણ દસ્તાવેજ પધરાવી રૂ. ૩.૬૬ કરોડ પડાવી લીધા હતા.

જાે કે ત્યાર બાદ ફરિયાદીના નામ પર મિલકત ન થતા વેચાણ દસ્તાવેજ બોગસ હોવાનું સામે આવ્યું હતું. જેની આ અંગે બજરગલાલે પોલીસફરિયાદ કરી હતી.

પોલીસે ઉપવનની શોધખોળ કરવાની સાથે ધી લેજન્ટ બિલ્ડીંગનો જે વેચાણ દસ્તાવેજ થયો હતો, તે સ્ટેમ્પ પેપરની તપાસ કરી હતી. આ સ્ટેમ્પ પેપર વર્ષ ૨૦૧૪ માં સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાંથી ચોરી થયો હતો અને આ અંગે અઠવા લાઇન્સ પોલીસમાં ફરિયાદ પણ થઇ હતી. જેથી પોલીસે આ સ્ટેમ્પ પેપર ચોરી કરનાર અશ્વીન કરમશી લાંગડીયા અને ચેતન રમેશ માંગરોલીયા અને ચેતન રમેશ માંગરોલીયા પર તપાસ કેન્દ્રિત કરી હતી.

જે પૈકી અશ્વીન ઉપવન જૈનના સંર્પકમાં હોવાના અને તેઓ વચ્ચે બેંક ટ્રાન્ઝેક્શન પણ થયા હોવાના પુરાવા મળ્યા હતા. પોલીસે જે તે સમયે બોગસ દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરનાર આરીફ ગુલશેરખાન પઠાણ અને નરેશ કેશવ વાઢેરની ધરપકડ કરી હતી.

જ્યારે અશ્વિન લાગડીયાને વોન્ટેડ જાહેર કર્યો હતો. બાદમાં આર્થિક ગુના નિવારણ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે અશ્વિનને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. જ્યારે ઉપવન જૈન હજી પણ નાસતો ફરે છે.

પોલીસ તપાસમાં ઉપવન અને અશ્વિન બંને મિત્રો છે અને તેઓ વચ્ચે મોબાઇલ પર અને બેંક થકી આર્થિક વ્યવહારો પણ થયા હતા. પોલીસ તપાસમાં ઉપવન જૈને ઉદ્યોગપતિ પિતા-પુત્રએ જે પેમેન્ટ ચેક અને ઓનલાઇન ચુકવ્યું હતું તેના માટે મિલકત ધારકના નામે સુટેક્ષ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને સુરત પીપલ્સ કો.ઓ. બેંકમાં બોગસ આધારકાર્ડ, પાનકાર્ડ અને ત્રાહિત વ્યક્તિના ફોટાના આધારે એકાઉન્ટ ખોલાવી જમા લીધી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.