Western Times News

Gujarati News

Elon Musk બન્યા Twitter ના નવા બોસ: ૪૪ અબજ ડોલરમાં ડીલ

નવી દિલ્હી, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક Teslaના માલિક Elon Musk આખરે ટિ્‌વટર ખરીદી લીધું છે. આ ડીલ અંગેની માહિતી કંપની દ્વારા આપવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે આ ડીલ ૪૪ બિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ ૩૩૬૮ બિલિયન રુપિયામાં કરવામાં આવી છે.

લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ Twitterને ખરીદવા માટે Elon Musk સાથેના સોદા વચ્ચે ટિ્‌વટરે કહ્યું કે એકવાર એક્વિઝિશન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે પછી તે ખાનગી માલિકીની કંપની બની જશે. આ દરમિયાન ટેસ્લા ચીફનું એક ટિ્‌વટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

આ ટ્‌વીટ પછી નિષ્ણાતો માની રહ્યા છે કે બંને કંપનીઓ વચ્ચે ડીલ પૂર્ણ પણે થઈ ગઈ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ઈલોન મસ્ક ટિ્‌વટર પર હવે કબ્જાે ધરાવે છે. ટિ્‌વટર ખરીદ્યાના અહેવાલ બાદ ઈલોન મસ્કે ટ્‌વીટ કર્યું હતું કે “હું આશા રાખું છું કે મારા સૌથી ખરાબ ટીકાકારો પણ ટિ્‌વટર પર રહે, કારણ કે ફ્રી સ્પીચનો આ જ તો અર્થ થાય છે.”

મસ્કનું આ ટિ્‌વટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. પ્રાપ્ત અહેવાલ મુજબ રોકાણકારોને ટિ્‌વટરના પ્રતિ શેર  $૫૪.૨૦ મળશે જે તેના ૧ એપ્રિલના કામકાજના દિવસના બંધ ભાવના ૩૮ ટકા જેટલી વધુ કિંમત છે. મહત્વનું છે કે ૧ એપ્રિલના રોજ ઈલોન મસ્કે કંપનીમાં સૌથી વધુ શેર ખરીદી લીધા હોવાનું જાહેર કર્યું હતું. જે બાદ કંપનીના શેરના ભાવમાં જાેરદાર તેજી આવી હતી.

ટિ્‌વટરે શેરધારકોને ટ્રાન્ઝેક્શનની ભલામણ કરવા બોર્ડ મીટિંગ બાદ સોમવારે મોડી રાત્રે ઇં૪૪ બિલિયનના સોદાની જાહેરાત કરી હતી. ઈલોન મસ્કે ગયા અઠવાડિયે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટિ્‌વટરને $૪૪ બિલિયનમાં ખરીદવાની ઓફર કરી હતી. મસ્કએ કહ્યું કે તે ટિ્‌વટર ખરીદવા માંગે છે કારણ કે તેને નથી લાગતું કે તે મુક્ત અભિવ્યક્તિના પ્લેટફોર્મ તરીકે તેની સંભવિતતા અનુસાર આગળ વધી રહ્યું છે.

ટ્‌વીટર ખરીદવાની ઓફર કરી ત્યારથી જ મસ્ક કંપની પર આ ડીલ માટે દબાણ કરી રહ્યા હતા. વોલ સ્ટ્રીટ જર્નલના સમાચાર અનુસાર, ડીલને લઈને મસ્ક અને ટિ્‌વટર વચ્ચે બેઠક થઈ હતી. ત્યારથી નક્કી કરવામાં આવ્યું હતું કે ટિ્‌વટરે મસ્કની ઓફર સ્વીકારવાનું મન બનાવી લીધું છે.

ઈલોન મસ્કે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘લોકશાહી સુદ્રઢ રીતે ચાલે તે માટે ફ્રી સ્પીચ એટલે કે વાણી સ્વાતંત્ર્યનું મહત્વ ખૂબ જ છે, અને ટિ્‌વટર તે ડિજિટલ ટાઉન સ્ક્વેર છે જ્યાં માનવતાના ભવિષ્યની મહત્વની વાતો પર ચર્ચા થાય છે.’ તો ટ્‌વીટરના સીઈઓ પરાગ અગ્રવાલે ટિ્‌વટ કરી કહ્યું કે ‘ટિ્‌વટરમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પોટેન્શિયલ રહેલું છે.

હું કંપની અને તેના યુઝર્સની કોમ્યુનિટી સાથે આ પોટેન્શિયલને બહાર લાવવા માટે કામ કરવાની દિશામાં આશા રાખું છું. ટેસ્લા ચીફ ઈલોન મસ્ક હાલમાં ટિ્‌વટરમાં ૯.૨ ટકા હિસ્સો ધરાવે છે. ઈલોન મસ્કે થોડા સમય પહેલા ટિ્‌વટરમાં આ હિસ્સો ખરીદ્યો હતો.

 

આ સાથે મસ્ક ટિ્‌વટરના સૌથી મોટા શેરહોલ્ડર બન્યા હતા. જાે કે, બાદમાં વેનગાર્ડ ગ્રૂપ દ્વારા રાખવામાં આવેલા ફંડે ટિ્‌વટરમાં ૧૦.૩ ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ રીતે તે કંપનીના સૌથી મોટા શેરધારક બન્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.