Western Times News

Gujarati News

રિસોર્ટમાં યોજાયું સાયલી કાંબલે, ધવલનું ગ્રાન્ડ રિસેપ્શન

મુંબઈ, રિયાલિટી શો Indian Idol-12 ફેમ સાયલી કાંબલે બોયફ્રેન્ડ ધવલ પાટીલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી છે. રવિવારે, ૨૪મી એપ્રિલે પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રોની હાજરીમાં સાયલી કાંબલે અને ધવલના મરાઠી વિધિથી લગ્ન યોજાયા હતા.

જે બાદ આ જ દિવસે સાંજે મુંબઈના એક જાણીતા રિસોર્ટમાં નવદંપતીનું ગ્રાન્ડ રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં સાયલી કાંબલેએ બ્લૂ કલરની લહેંગા-ચોલી પહેરી હતી. તો ધવલે પણ તેની સાથે ટિ્‌વનિંગ કરતાં બ્લૂ કલરનું સૂટ પહેર્યું હતું.

રિસેપ્શનની અંદરની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. રિસેપ્શનમાં સાયલી કાંબલે અને ધવલે ફિલ્મી એન્ટ્રી મારી હતી. તેમની એન્ટ્રી માટે જબરદસ્ત તૈયારી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોમાં સાયલીને પતિ ધવલ સાથે શાહરુખ ખાન-કાજાેલની ફિલ્મ ‘દિલવાલે’ના સોન્ગ ‘ગેરુઆ’ પર ડાન્સ પર કરતી જાેઈ શકાય છે.

તો ત્યાં ઉપસ્થિત મહેમાનો તેને ચીયર્સ કરી રહ્યા છે. સ્ટેજ પર ગયા બાદ સાયલી કાંબલે અને ધવલે હાર્ટ શેપના લાલ કલરના ઘણા બધા બલૂન્સ ઉડાડ્યા હતા. ત્યારબાદ ધવલે તેને બાહોમાં જકડી લીધી હતી અને કપાળ પર પ્રેમથી ચૂમી કરી હતી.

સાયલી કાંબલે અને ધવલના રિસેપ્શનમાં ઈન્ડિયન આઈડલ ૧૨ના કેટલાક મિત્રોએ હાજરી આપી હતી. જેમાં મહોમ્મદ દાનિશ, નિહાલ તૌરો, નચિકેત લેલે અને સવાઈ ભાટનો સમાવેશ થાય છે. નચિકેત લેલેએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં બ્રાઈડના ગળામાં મંગળસૂત્ર અને કપાળમાં સિંદૂર જાેઈ શકાય છે.

લગ્નની વાત કરીએ તો, સાયલી કાંબલે સાથે સાત ફેરા ફરી તેને ઘરે લઈ જવા માટે ધવલ એકદમ મહારાષ્ટ્રીયન લૂકમાં આવ્યો હતો. તેણે ઓફ-વ્હાઈટ કૂર્તો અને મરાઠી સ્ટાઈલની ટોપી પહેરી હતી. તો સાયલીએ પણ યલ્લો અને પર્પલ કલરની નવવારી સાડી પહેરી હતી. જેમાં તે સુંદર લાગતી હતી. ઢોલ-નગારા સાથે સાયલીની મંડપમાં એન્ટ્રી થઈ હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.