Western Times News

Gujarati News

L&T ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી વિકસાવવા માટે IIT-બોમ્બે સાથે જોડાણ કરશે

મુંબઈ, ઇપીસી પ્રોજેક્ટ, હાઇ-ટેક ઉત્પાદન અને સેવાઓમાં સંકળાયેલી ભારતની બહુરાષ્ટ્રીય કંપની લાર્સન એન્ડ ટૂબ્રો ગ્રીન હાઇડ્રોજન વેલ્યુ ચેઇનમાં સંશોધન અને વિકાસલક્ષી કામગીરી સંયુક્તપણે હાથ ધરવા દેશની ટોચની ટેકનોલોજી અને સંશોધન સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે સાથે સમજૂતી કરશે.

બંને સંસ્થાઓએ ભારતમાં ગ્રીન હાઇડ્રોજન ઉદ્યોગના વિકાસ માટે પ્રદાન કરવા અને આ વિકસતા ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજી વિકસાવવા જોડાણ કર્યું છે.

એલએન્ડટીની ઇજનેરી કુશળતા, વ્યાપક સ્તરે ઉત્પાદન કરવાની ક્ષમતા અને વાણિજ્યિકકરણ કરવાની જાણકારી તથા આઇઆઇટી બોમ્બેનું હાઇડ્રોજન ટેકનોલોજીઓમાં અદ્યતન સંશોધન આ જોડાણને એના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદરૂપ થશે.

આ પ્રસંગે એલએન્ડટીના સીઇઓ અને એમડી શ્રી એસ એન સુબ્રહમન્યને કહ્યું હતું કે, “એલએન્ડટી તમામ ક્ષેત્રોમાં ભારતમાં ટેકનોલોજીકલ પ્રગતિ અને સ્વદેશીકરણને વેગ આપવા હંમેશા મોખરે છે. અમે અમારા પાર્ટનર્સ સાથે સંયુક્તપણે ભારતમાં ગ્રીન હાઇડ્રોજન અર્થતંત્રને વેગ આપવાની સારી સ્થિતિમાં છીએ.”

તેમણે ઉમેર્યું હતું કે, “અમારા પાર્ટનર્સ અને ક્લાયન્ટ્સ ખર્ચ ઘટાડવા અને ગ્રીન હાઇડ્રોજનનું ઔદ્યોગિકીકરણ કરવા અમારી ક્ષમતાનો ઉપયોગ કરવા પણ આતુરપ છે. આઇઆઇટી બોમ્બે અને એનાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં ટેકનોલોજિસ્ટો સાથે આ જોડાણ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક ટેકનોલોજીઓ વિકસાવવાના પ્રયાસોને ટેકો આપશે અને ભારતને ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર કરશે.”

આ જોડાણ પર આઇઆઇટી બોમ્બેના ડિરેક્ટર પ્રોફેસર સુભાસિસ ચૌધરીએ કહ્યું હતું કે, “આબોહવાની કટોકટી પર ત્વરિત ધ્યાન આપવાની જરૂરિયાત અને વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો બનવાના ભારતના પોતાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને અશ્મિભૂત ઇંધણમાંથી ગ્રીન હાઇડ્રોજન તરફ પરિવર્તન આ લક્ષ્યાંકમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે.

ભારતનું રાષ્ટ્રીય હાઇડ્રોજન અભિયાન ઉચિત દિશામાં એક પગલું છે અને મને વિશ્વાસ છે કે, એલએન્ડટી સાથે અમારા જોડાણને પરિણામે વ્યાપક અને વાજબી ખર્ચ ધરાવતા સમાધાનો મળશે. આઇઆઆઇટી બોમ્બેનો પ્રયાસ રાષ્ટ્રીય મહત્વપૂર્ણ પડકારોનું સમાધાન કરવામાં નોંધપાત્ર પ્રદાન કરવાનો છે તથા ગ્રીન હાઇડ્રોજન માટે ટેકનોલોજીઓ વિકસાવવા એલએન્ડટી સાથે અમારું જોડાણ આ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવી શકે છે, જે આ પ્રકારનું એક ઉદાહરણ છે.”

ગ્રીન હાઇડ્રોજન જેવા વિકસતા ઉદ્યોગની વૃદ્ધિમાં ટેકનોલોજી કેન્દ્રીય ભૂમિકા ભજવશે. ઊર્જાદક્ષતા વધારવા, વિશ્વસનિયતા વધારવાના અને ઉપકરણનો ખર્ચ ઘટાડી વાજબીપણું વધારવાના ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસ ક્ષેત્રો મહત્વપૂર્ણ છે. એટલે ભારતમાં મોટા પાયે ગ્રીન હાઇડ્રોજનની સ્વીકાર્યતાની તાતી જરૂર છે.

આ જરૂરિયાતને સમજીને એલએન્ડટીએ આ ક્ષેત્ર માટે ઔદ્યોગિક ભાગીદાર તરીકે ભારતીય આરએન્ડડી ઇકોસિસ્ટમના વિકાસને ટેકો આપવા અને ટેકનોલોજી લીડરશિપ મેળવવા આઇઆઇટી બોમ્બે સાથે જોડાણ કર્યું છે.

કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી, 2022માં ગ્રીન હાઇડ્રોજન નીતિને અધિસૂચિત કરી હતી, જેનો ઉદ્દેશ દેશને મોલીક્યુલના પર્યાવરણને અનુકૂળ સ્વરૂપ માટે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનાવવા મદદરૂપ થવા ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાના ઉત્પાદનને વેગ આપવાનો છે.

ભારત જેવા દેશો માટે એના ઓઇલ અને ગેસના આયાતના સતત વધતા બિલ સાથે ગ્રીન હાઇડ્રોજન ઊર્જાની મહત્વપૂર્ણ સુરક્ષા પ્રદાન કરવામાં મદદરૂપ થશે, જેનાથી આયાતી અશ્મિભૂત ઇંધણો પરની સંપૂર્ણ નિર્ભરતામાં ઘટાડો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.