Western Times News

Gujarati News

અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ બી.આર.આઈ.દ્વારા “વલ્ડૅ ઈમ્યુનાઈઝેશન ડે “ ની ઉજવણી

રસીકરણ દ્વારા ૧૭૯૬ થી લોકોના જીવ બચી રહ્યા છે. લોકોમાં રસી નું મહત્વ તથા રસીકરણ ની માહિતી આપવા તથા તેના ફાયદા સમજાવવા દુનિયા ભરના ઘણા દેશો સાથે WHO કામ કરી રહ્યું છે.

આ નિમિત્તે WHO દ્વારા દર વર્ષે એપ્રિલ માસના છેલ્લા અઠવાડિયામાં “વલ્ડૅ ઈમ્યુનાઈઝેશન વીક “ ની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી ના ભાગરૂપે અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ બી.આર.આઈ.દ્વારા “વલ્ડૅ ઈમ્યુનાઈઝેશન ડે “ ની ઉજવણી તા. ૨૫ એપ્રિલ ૨૦૨૨ ના રોજ કરવામાં આવી હતી.

જેમાં ઇન્સ્ટીટ્યુટ ના વિદ્યાર્થીઓ માટે પોસ્ટર કોમ્પીટીશન ” લોંગ લાઈફ ફોર ઓલ” ની થીમ પર આવી હતી. આ કોમ્પીટીશન માં વિદ્યાર્થીઓ એ હર્ષભેર ભાગ લીધો હતો તેમજ તેમને બિરદાવવા માટે ઇનામ વિતરણ નો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન યોજાયેલી અલગ અલગ ઇવેન્ટ જેમકે સ્પોર્ટસ વીક,ટીચર્સ ડે સેલિબ્રેશન, આઝાદી કા અમૃત મહોત્સવ નું સેલીબ્રેસન તથા જે વિદ્યાર્થીઓ એ કોરોના ની ત્રીજી લહેર દરમિયાન “ કોરોના વોરીયર્સ “ તરીકે સેવા આપી હતી તેમના માટે પણ ઇનામ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.