Western Times News

Gujarati News

ઉદયપુરમાં ૧૩-૧૫ મે સુધી પ્રશાંત કિશોર પર નિર્ણય નવ સંકલ્પ ચિંતન શિબિરમાં લેવાશે

નવીદિલ્હી, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં સામેલ થવા અંગેના અહેવાલો પર કોંગ્રેસે ફરી મૌન સેવી લીધું છે પરંતુ કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં કેવી નીતિ રહેશે, તેનો ર્નિણય એમ્પાવર્ડ એક્શન ગ્રુપ જ કરશે.

એએનઆઇ અનુસાર ૧૦ જનપથમાં થયેલી બેઠકમાં કોંગ્રેસના ભવિષ્યને લઇને મોટો ર્નિણય કરવામાં આવ્યો જે અંતર્ગત કોંગ્રેસે ૬ નવી કમિટીઓની રચના કરી છે.

બીજી તરફ કોંગ્રેસ ૧૩થી ૧૫ સુધી રાજસ્થાનના ઉદયપુરમાં નવ સંકલ્પ ચિંતન શિબિરનું આયોજન કરશે. જે માટે ખેડૂત અને ખેતી, યુવા અને બેકારી, સંગઠનાત્મક બાબતો, સામાજિક અધિકારિતા, આર્થિક રાજ્ય અને રાજકીય મામલાઓ સહિત ૬ એજન્ડાઓ પર ચર્ચા માટે ૬ અલગ-અલગ કમિટીઓની રચના કરવામાં આવી છે.

આ તમામ ૬ કમિટીઓના અલગ-અલગ સંયોજક તરીકે મલ્લિકાર્જૂન ખડગે, સલમાન ખુરશીદ, પી. ચિદમ્બરમ, મુકુલ વાસનિક, ભૂપિંદર સિંહ હુડ્ડા અને અમરિંદર સિંહ વારિંગ કામ કરશે. સોનિયા ગાંધીએ પ્રશાંતના રોડમેપ અને તેમના પાર્ટીમાં સામેલ થવા પર વિચાર કરવા માટે કોંગ્રેસ નેતાઓની સમિતિની રચના કરી હતી. આ સમિતિએ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે.

પ્રશાંત પર ર્નિણય લેવા માટે કમિટીના સભ્યો કેસી વેણુગોપાલ, દિગ્વિજય સિંહ, અંબિકા સોની, રણદીપ સુરજેવાલા, જયરામ રમેશ અને પ્રિયંકા ગાંધી વાડ્રા ૧૦ જનપથ ગયા હતાં. જાેકે બેઠક બાદ રણદીપ સુરજેવાલાએ પ્રશાંત અંગે કોઇ કમેન્ટ કરી ન હતી.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પ્રશાંત કિશોર બાકી તમામ રાજકીય પક્ષો સાથે છેડો ફાડી પૂરી રીતે કોંગ્રેસને સમર્પિત રહે એવી ઇચ્છા કમિટીએ વ્યક્ત કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.