Western Times News

Gujarati News

ભાજપના નેતાઓ જ ગરીબ મુસ્લિમોને પૈસા આપીને પથ્થર ફેંકાવે છેઃ દિગ્વિજય સિંહ

ભોપાલ, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે એક વિવાદાસ્પદ નિવેદન આપીને ભાજપના નેતાઓ પર મોટો આરોપ લગાવ્યો છે.

દિગ્વિજય સિંહે કહ્યું છે કે ભાજપના નેતાઓ જ કેટલાક ગરીબ મુસ્લિમ છોકરાઓને પૈસા આપીને પથ્થર ફેંકાવે છે. દિગ્વિજય સિંહે નીમચની બે દિવસીય મુલાકાત દરમિયાન પત્રકારો સાથે વાત કરતા આ નિવેદન આપ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે આ તથ્યોની તપાસ થવી જાેઈએ.

રાજ્યના પૂર્વ સીએમ અને કોંગ્રેસના મજબૂત નેતા દિગ્વિજય સિંહ નીમચની બે દિવસીય મુલાકાતે છે. પ્રવાસ દરમિયાન તેમણે રાજ્યમાં થઈ રહેલી સાંપ્રદાયિક હિંસા અંગે નિવેદન આપ્યું છે. “કોંગ્રેસ શાંતિ માટે અપીલ કરે છે, પરંતુ મારી પાસે ફરિયાદો આવી રહી છે કે કેટલાક ગરીબ મુસ્લિમ છોકરાઓને ભાજપના લોકો પોતે પથ્થર ફેંકવા માટે પૈસા આપી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે મને તેના વિશે તથ્યો નથી મળ્યા, હું તેની તપાસ કરી રહ્યો છું, તેથી હું અત્યારે આરોપો નથી લગાવી રહ્યો પરંતુ આવી માહિતી મારી પાસે આવી રહી છે.

દિગ્વિજય સિંહે વધુમાં કહ્યું કે કોમી રમખાણોને લઈને મારી પીઆઈએલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. જેના પર સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે હિંદુ-મુસ્લિમ રમખાણોને રોકવા માટે સરકારોએ શું પગલા ભરવા જાેઈએ, પરંતુ સરકાર તેનું પાલન કરી રહી નથી.

આ સાથે રાજસ્થાનમાં થયેલા સાંપ્રદાયિક રમખાણો અંગે તેમણે કહ્યું કે પછી ભલે તે સરકાર હોય, ભાજપ હોય કે કોંગ્રેસ, અમે માંગ કરીએ છીએ કે દરેકે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવું જાેઈએ. તેમણે કહ્યું, ‘મને મધ્યપ્રદેશની ખબર છે કે અહીં સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન નથી થઈ રહ્યું, તેથી મેં એમપી સરકાર પર પીઆઈએલ દાખલ કરી છે.

બીજી તરફ દિગ્વિજય સિંહના નિવેદન પર રામેશ્વર શર્માએ ટિ્‌વટ કરીને પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે મ્સ્ઉમાં ફરતો નશાખોર અંસાર જેહાદી નથી, ગરીબ મુસ્લિમ છે. દિગ્વિજય સિંહને જવાબ આપતા તેમણે કહ્યું કે તમે જેહાદીઓને ગરીબ કહીને ચર્ચાને કઈ દિશામાં વાળવા માંગો છો તે બધા જાણે છે. તેમણે કહ્યું, ‘હું ભાજપનો કાર્યકર હોવાના કારણે દિગ્વિજય સિંહના આ નિવેદનની સખત નિંદા કરું છું.

સાથે જ હું મુખ્યમંત્રી શિવરાજ સિંહ પાસે માંગ કરું છું કે પોલીસને સૂચના આપે કે દિગ્વિજય પાસેથી કહેવાતા ફરિયાદીની માહિતી લઈને તપાસ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.