Western Times News

Gujarati News

સરદાર પટેલ સ્ટેડિયમ ભયજનક બનતા કાર્યક્રમો તેમજ ઈવેન્ટો માટે બંધ

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, પશ્ચિમ ઝોનના સ્ટેડીયમ વોર્ડમાં આવેલ સરદાર પટેલ સ્ટેડીયમ જે તે સમય બે તબક્કામાં બનેલ હોઈ અને આશરે ૬૦ વર્ષ જુનું બાંધકામ હોઈ સદરહું સ્ટેડીયમમાં આર.સી.સી. સ્ટેરકેશ તેમજ હયાત સ્ટીલ સ્ટ્રકચર ડ્રીટરોઈએટ થયેલ છે

તેમજ સ્ટેડિયમના ફરતે તમામ કોરીડોરમાં આવેલ આર.સી.સી. ભાગ જર્જરીત હાલતમાં હોવાથી આઈ.આઈ.ટી. મદ્રાસના સ્ટ્રકચરલ રીપોર્ટ અને અભિપ્રાય મુજબ સેફટી પોઈન્ટ ઓફ વ્યુ થી કોઈ અકસ્માત ના થાય તે હેતુથી સરદાર પટેલ સ્ટેડીયમ જાહેર કાર્યક્રમો તેમજ ઈવેન્ટો માટે રીપેરીંગ કરવામાં ન આવે ત્યાં સુધી બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

પશ્ચિમ ઝોન સ્ટેડીયમ વોર્ડમાં આવેલ સ.પ. સ્ટેડીયમનો સમાવેશ ર૦મી સદીના હેરીટેજ મોન્યુમેન્ટ તરીકે વર્લ્ડ મોન્યુમન્ટ વોચલીસ્ટ ર૦ર૦માં કરવામાં આવ્યો છે. સ્ટેડીયમની બહાર પેરીફરીમાં આવેલ તમામ કોરીડોરના આર.સી.સી. સ્ટેરકેશ ખુબ જ જર્જરીત હાલતમાં હોઈ તથા સ્ટીલ બહાર આવી ગયેલ હોય અકસ્માત ન થાય હેતુથી હંગામી ધોરણે ડબલ લેયર સેફટી નેટ થી પ્રોટેકશન કરવામાં આવ્યા છે.

સદર સ્ટેડીયમમાં કુલ ૧૮ કોરીડર એન્ટ્રી આવેલ છે, જેમાં તમામ એરીયાના સ્ટેરકેશ લેન્ડીગવાળા ભાગમાં આર.સી.સી. પોપડા પડવાની સંભાવના રહેલ છે. તાજેતરમાં “ગુજરાત ખેલ મહાકુંભ ર૦રર”ના ચાલુ કાર્યક્રમ દરમ્યાન ગેટ નં.પ,૭,૧ર,૧૬ તેમજ ૧૮ ના કોરીડરવાળા એરીયામાં પણ આર.સી.સી. પોપડા પડવાની સંભાવના હોય બેઠકવાળા ભાગમાં કેમોફલેન્જ હોર્ડીંગ લગાવી પ્રોટેકશન કરાવવામાં આવ્યા હતા.

તદઉપરાંત તા.૧૧.૦ર.રર ના રોજ ડે. મ્યુનિ. કમિશ્નર શ્રી (પ.ઝોન)ની અધ્યક્ષતામાં રાખેલ મીટીંગમાં સીટી. ઈજનેર શ્રી, એડી. સીટી, ઈજનેર શ્રી (પ. ઝોન), વોર્ડ ના ઈજનેર સ્ટાફ, કન્સલટન્ટ મલ્ટી મીડીયમ પ્રા.લી, સ્ટ્રકચલ કન્ટલન્ટ પંકજ પટેલ એન્ડ એસોશીયેટસ જાેડે સંયુક્ત મીટીંગ દરમ્યાન

ગુજરાત ખેલ મહાકુંભનો ઈવેન્ટમાં કોઈ અકસ્માત ન થાય તે માટે એમ.એસ. સ્ટ્રકચર બ્રેકેટ બનાવવી જરૂરીયાત મુજબના કોરીડરમાં આર.સી.સી. સ્ટેરકેશ વાળા ભાગમાં સ્પોર્ટ કરવા માટે સુચવવામાં આવેલ અને તે મુજબ સ્થળ ઉપર તે દરમ્યાન કામગીરી પુર્ણ કરવામાં આવી હતી. તેમજ તેઓના અભિપ્રાય મુજબ સરદાર પટેલ સ્ટેડીયમ ખુબ જ જુનું તેમજ જર્જરીત હોઈ હાલમાં કોઈ પણ ઈવેન્ટ તેમજ જાહેર કાર્યક્રમો કરવા માટે હિતવાહ જણાતું નથી.

ઉપરોક્ત પરીસ્થીતી તેમજ સ્ટ્રકચર કનસલ્ટન્ટના અભિપ્રાયને ધ્યાને લેતા હાલના તબક્કે કોઈ અકસ્માત ના થાય તે હેતુથી સ.પી. સ્ટેડીયમને કોઈપણ જાહેર કાર્યક્રમો કે અન્ય મોટા ઈવેન્ટ માટે બંધ કરવુ હિતાવહ જણાતું હોઈ સંપૂર્ણ રીપેરીંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રાખવાના નિર્ણય કરવામાં આવ્યો છે.મ્યુનિ. શાસકો સ્ટેડિયમને નવેસરથી બનાવશે કે રીપેરીંગ કરશે તેની પર સૌની મીટ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.