Western Times News

Gujarati News

ક્રૂડ ઓઈલના ભાવ વધારાથી આરબ દેશોને ફાયદો

નવીદિલ્હી, આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સારી વૃદ્ધિ જાેવા મળી શકે છે. આરબ ક્રૂડની નિકાસ કરતા દેશો ઊંચા ઊર્જાના ભાવને કારણે આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થા ૩.૬ ટકાની આસપાસ રહેવાનો અંદાજ છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ એક રિપોર્ટ જારી કરીને આ વિશે જણાવ્યું છે.

IMF દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન સ્થિતિને જાેતા એવું લાગે છે કે અરબ દેશોની અર્થવ્યવસ્થા મજબૂત થશે અને તેમના નાણાકીય ભંડારમાં વધારો થશે. જયારે આ સ્થિતિને કારણે અન્ય દેશોને પડકારોનો સામનો કરવો પડી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં ઝડપથી વધારો થવાથી આરબ દેશોની અર્થવ્યવસ્થામાં તેજી આવશે. આ સ્થિતિમાં તેલ નિકાસકારોને ‘અનપેક્ષિત’ ફાયદો થશે. જાે કે, આ સ્થિતિ ઇજિપ્ત જેવા દેશો પર નકારાત્મક અસર કરશે, જે પશ્ચિમ એશિયામાં ક્રૂડ ઓઇલની આયાત કરે છે અને કાળા સમુદ્રના પ્રદેશમાંથી ખાદ્યપદાર્થોની આયાત પર ભારે ર્નિભર છે.

નોંધનીય છે કે, રશિયાના હુમલા બાદ યુક્રેનના ખેડૂતોએ ખેતી છોડીને હથિયાર ઉઠાવવા પડ્યા છે. બંદરો અને રસ્તાઓ બંધ થવાને કારણે યુક્રેનના ખેડૂતો તેમના અનાજની નિકાસ કરી શકતા નથી.

જેના કારણે ઘઉંના ભાવમાં ઉછાળો આવ્યો છે. ઉર્જાના ઊંચા ભાવે સાઉદી અરેબિયા જેવા તેલ ઉત્પાદકો માટે ‘ચમત્કાર’ કર્યો છે. તેના કારણે આ વર્ષે સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થા ૭.૬ ટકા વધવાની ધારણા છે, જ્યારે કુવૈતની અર્થવ્યવસ્થામાં આઠ ટકા વૃદ્ધિની અપેક્ષા છે.IMFનો આ અંદાજ ૨૦૨૨ દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવ સરેરાશ ૧૦૭ પ્રતિ બેરલ અને ૨૦૨૩માં ૯૨ પ્રતિ બેરલ રહેવાનું અનુમાન છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.