Western Times News

Gujarati News

મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ Joe Biden આવતા મહિને જાપાનમાં મળશેઃ વ્હાઇટ હાઉસ

વોશિગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ Joe Biden આવતા મહિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જઈ રહ્યા છે. આ માહિતી વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવી છે.

યુએસ પ્રમુખ Joe Biden આવતા મહિને દક્ષિણ કોરિયા અને જાપાનની યાત્રા કરશે અને ટોક્યોમાં ક્વાડ સમિટમાં ભાગ લેશે, એમ વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું. આ દરમિયાન તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે. Joe Bidenની દક્ષિણ કોરિયા અને જાપાનની મુલાકાત ૨૦ થી ૨૪ મે દરમિયાન યોજાવાની છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ બુધવારે જણાવ્યું હતું કે, “મુલાકાત મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે Joe Biden-હેરિસ વહીવટીતંત્રની નક્કર પ્રતિબદ્ધતાને આગળ વધારશે.” બિડેન દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ અને જાપાનના વડા પ્રધાન કિશિદા ફ્યુમિયો સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે.

પ્રેસ સચિવ જેન સાકીએ વધુમાં જણાવ્યું હતું કે નેતાઓ અમારા મહત્વપૂર્ણ સુરક્ષા સંબંધોને વધુ ગાઢ બનાવવા, આર્થિક સંબંધોને વધારવા અને વ્યવહારિક પરિણામો આપવા માટે અમારા ગાઢ સહકારને વિસ્તારવા માટેની તકો પર ચર્ચા કરશે.

ટોક્યોમાં, રાષ્ટ્રપતિ Joe Biden ઓસ્ટ્રેલિયા, જાપાન, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્‌સના ક્વાડ જૂથના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. અમે ટૂંક સમયમાં આ પ્રવાસ વિશે વધુ વિગતો શેર કરવા આતુર છીએ.

વિદેશ મંત્રી એસ. જયશંકરે આ મહિને અમેરિકી સમકક્ષ એન્ટોની બ્લિંકન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વૈશ્વિક સ્થિતિ, પ્રાદેશિક મુદ્દાઓ અને દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા થઈ હતી.

જયશંકર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે, યુએસ અને ભારત વચ્ચે ‘ટુ પ્લસ ટુ’ મંત્રી સ્તરની વાટાઘાટોમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન ગયા હતા. બિડેનના વહીવટ હેઠળ બંને દેશો વચ્ચે આ પ્રથમ ‘ટુ પ્લસ ટુ’ મંત્રી સ્તરની વાટાઘાટો હતી. મંત્રણાનું આયોજન સેક્રેટરી ઓફ સ્ટેટ બ્લિંકન અને સંરક્ષણ પ્રધાન ઓસ્ટિન લોયડે કર્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.