Western Times News

Gujarati News

ચાર દેશોના ૩૧ લોકોના રશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ

નવી દિલ્હી, પશ્ચિમી દેશો તરફથી પોતાના રાજનયિકો અને નાગરિકોના પ્રવેશ પર લાગી રહેલા પ્રતિબંધો પર રશિયા પણ પલટવાર કરી રહ્યું છે. રશિયાએ એક મોટો ર્નિણય લેતા ચાર દેશોના ૩૧ લોકોના રશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો છે. રશિયાએ પોતાના દૂતાવાસોને આદેશ પાઠવ્યા છે કે આ દેશોના લોકોને વિઝા ન આપવા.

મળતી માહિતી મુજબ રશિયાએ જવાબી કાર્યવાહીમાં આઈસલેન્ડના ૯, ગ્રીનલેન્ડના ૩, Faroe Islandsના ૩ અને નોર્વેના ૧૬ લોકોના દેશમાં પ્રવેશ પર રોક લગાવી દીધી છે. રશિયાના વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે રશિયા વિરુદ્ધ યુરોપીયન યુનિયન તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં આ ચાર દેશો પણ જાેડાઈ ગયા છે. આથી તેમના વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરતા આ પગલું લેવાયું છે.

મંત્રાલયના જણાવ્યાં મુજબ જે ૩૧ લોકો પર પ્રતિબંધ લાગ્યો છે તેમાં અનેક સાંસદ, ઉદ્યોગપતિ, મીડિયાકર્મી, એકેડમિશિયન અને ગવર્મેન્ટ સેક્ટર સાથે સંકળાયેલા લોકો છે. આરોપ છે કે આ લોકોએ પોત પોતાના દેશોમાં રશિયા વિરોધી નિવેદનબાજીને પ્રોત્સાહન આપ્યું અને રશિયા વિરોધી કાર્યક્રમોમાં ભાગ લીધો.

આથી તેમને પાઠ ભણાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ મુજબ આ ચારેયના બેન કરાયેલા ૩૧ લોકોને રશિયાની સ્ટોપ લિસ્ટમાં જાેડવામાં આવ્યા છે. આ સાથે જ તેમના રશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

જાે તેઓ કોઈ પણ રીતે રશિયા આવતા પ્લેનમાં સવાર પણ થઈ જાય તો પણ તેમને પ્લેનમાંથી નીચે ઉતરવા દેવાશે નહીં અને ત્યાંથી જ પાછા રવાના કરી દેવાશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.