Western Times News

Gujarati News

જાેધપુરમાં હજુ ઇન્ટરનેટ બંધ રહેશે, કર્ફ્‌યૂનો સમય ૨ દિવસ વધારાયો

જાેધપુર, ઇદનાં સમયે જાેધપુરમાં હિંસા બાદ લગાવવામાં આવેલાં કર્ફ્‌યૂની સમય સીમા ૨ દિવસ વધારી દેવામાં આવી છે. આ સાથે જ ઇન્ટરનેટ પણ આગામી આદેશ સુધી બંધ રહેશે. જાેકે હિંસા બાદ હવે માહોલ શાંત છે. બુધવારે કોઇ અપ્રિય ઘટના નથી બની. પણ પોલીસ પ્રશાસન કોઇ જાેખમ ઉઠાવવાં નથી ઇચ્છતું. તેથી કર્ફ્‌યૂને ૬ મે સુધી વધારી દેવામાં આવ્યો છે.

હિંસાનાં આ કેસ કોઇ અફવાઓ ન ફેલાય તે માટે નેટબંદીને આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવશે. હિંસા બાદ શહેરનાં ખુણે ખુણે પોલીસની ચાપતી નજર છે. કર્ફ્‌યૂ નિયમોને સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે. પરીક્ષા આપનારા સ્ટૂડન્સને સ્કૂલ આવવાં જવાની છૂટ આપવામાં આવી છે.

ADG કાયદો અને વ્યવસ્થા હવા સિંહ ઘુમરિયાએ જણાવ્યું હતું કે બુધવારે બપોરે શાંતિ સમિતિની બેઠક દરમિયાન થોડો અવરોધ થયો હતો. ભાજપના રાજ્યસભાના સાંસદો અને ધારાસભ્યો બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. જે બાદ ફરી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને સાંજે તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.