Western Times News

Gujarati News

ચીનથી દેવું લેવાની યુરોપના દેશોએ કિંમત ચુકવવી પડશે

યુરોપ, ચીન આ વાત પર જાેર આપે છે કે તેઓ એક વિશ્વસનીય રોકાણ ભાગીદાર છે પરંતુ ચીનને શ્રમિકોના શોષણ અને પર્યાવરણને નુકસાન પહોંચાડવાના આરોપોનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

ગ્રીસની રાજધાની એથેન્સ નજીક, પીરિયસના વિશાળ ગ્રીક બંદર પર એક ડોક વર્કરને શિપિંગ કંટેનરોના એક મોટા ઢગલા પાસે ફરી રહ્યા હતા. અચાનક વ્યક્તિ જુએ છે કે એક બાદ એક મોટા કંટેનર તેની તરફ આવી રહ્યા છે.

વ્યક્તિ પોતાને બચાવતા દૂર ભાગે છે અને બે મોટા વિશાળકાય કંટેનર જેવા દેખાતા બોક્સ નીચે ખાલી ઉભેલી ગાડી પર પડે છે. આ ઘટનામાં વ્યક્તિ માંડ માંડ બચે છે. ગયા વર્ષે પીરિયસના બંદર પર કામ કરનારા વ્યક્તિ એટલા ભાગ્યશાળી નહોતા. ૪૫ વર્ષના દિમિત્રિસ ડગક્લિસ એક ક્રેન દુર્ઘટનામાં માર્યા ગયા હતા.

બંદરમાં ડોકર્સ ટ્રેડ યુનિયનના અધ્યક્ષ માર્કોસ બેક્રિસ કહે છે, તેમનુ મોત, અમારુ કામ વધવાના કારણે થયુ અને આ સ્થળ પર પર્યાપ્ત સુરક્ષાના ઉપાય નહોતા. ડગક્લિસના મોત બાદથી બંદર પર કર્મચારીઓની અછતને લઈને કેટલાક યુનિયન હડતાળ પર ચાલ્યા ગયા.

બંદર પર ચીનની કંપની કોસ્કોના બે તૃતીયાંશ સ્વામિત્વ છે. સમગ્ર યુરોપમાં સરકાર યુક્રેનમાં કોરોના મહામારી બાદ રશિયાના આક્રમણ વિશે ચિંતિત છે. ત્યાં ચીન યુરોપીય બંદર અને ખાણોને ચલાવવાથી લઈને રસ્તા, પુલના નિર્માણ સુધીમાં યુદ્ધનો વિસ્તાર કરી રહ્યા છે. જ્યાં કોઈ રુપિયા ખર્ચ કરતા નથી ત્યાં તેઓ રૂપિયા લગાવી રહ્યા છે.

પરંતુ દેશોએ ચીનની સાથે કરાર પર હસ્તાક્ષર કરવાના ફાયદા અને નુકસાનુ આકલન કરવુ પડી રહ્યુ છે. કેટલીક સરકાર કથિત કર્જ લાલ થી સાવધાન છે. દેવુ ના ચૂકવવાની સ્થિતિમાં ચીન આર્થિક અને રાજકીય રિયાસત એવા દેશો સાથે લઈ શકે છે.

એવા દાવા છે કે ચીની કંપનીઓ વેતન, કામની શરત અને કર્મચારીઓની સંખ્યાને લઈને શ્રમિકોનુ શોષણ કરી રહી છે. અમે કોસ્કો કંપની સાથે દિમિત્રિસ ડેગ્કિલસનુ મોત, પીરિયસમાં કર્મચારીઓની સંખ્યા અને બંદર વિસ્તારમાં પર્યાવરણ સંબંધી ચિંતાઓ વિશે પ્રશ્ન પૂછ્યા. કંપનીએ ઈન્ટરવ્યુ આપવાની ના પાડી દીધી અને કહ્યુ કે તેઓ આગળ અમારી મદદ કરી શકશે નહીં.

માર્કોસ બ્રેકિસ આ માટે માત્ર ચીનને દોષ આપતા નથી. તેઓ આને રોજગારના અધિકારો પર હુમલાની જેમ જુએ છે. તેઓ કહે છે કે વૈશ્વિક નાણાંકીય સંકટ બાદ પૂંજીવાદી વ્યવસ્થાએ શ્રમિકોની કિંમત પર કોઈ પણ વિદેશી કંપનીને વધારેથી વધારે નફો કમાઈને આપ્યો છે.

વર્ષ ૨૦૦૮માં દુનિયા આર્થિક સંકટ સામે ઝઝૂમી રહી હતી. આ મંદી બાદ ગ્રીક સરકારે આ બંદર અને બીજી સાર્વજનિક સંપત્તિઓ વેચવા માટે મજબૂર થવુ પડ્યુ. જેમાં કોઈ શંકા નથી કે આને વેચ્યા બાદ ચીનના રોકાણને બંદર પર કામને ફરીથી ચલાવવાનુ કામ કર્યુ છે.

જ્યારે આપણે એક નાની મોટર બોટમાં તટ નજીક જઈએ છીએ તો વિશાળ કંટેનરોથી ભરેલા જહાજની એક કતાર જાેઈએ છીએ. જેમાં સેંકડો હજારો ટન, મોટા ભાગે ચીનનો બનાવેલો સામાન ભરેલો છે. જે યુરોપના અલગ અલગ ખૂણામાં મોકલવા માટે તૈયાર છે.

પીરિયસમાં ઉછાળ, સ્થાનિક લોકો માટે રોજગાર અને ગ્રીસના મજબૂત થયા નાણાકીય સ્થિતિમાં બદલાવને જાેવે છે. આ હવે સૌથી ઝડપથી વધતી યુરોપીય સંઘની અર્થવ્યવસ્થાઓમાંની એક છે. પરંતુ પોતાના તમામ યુરોપીય પાડોશીઓની જેમ આ પણ યુક્રેન યુદ્ધના પ્રભાવથી ઉકેલ મેળવવા માટે હાથ પગ મારી રહ્યા છે. દેશ હવે પુનર્મૂલ્યાંકરન કરી રહ્યા છે કે ચીનની સાથે વેપાર કરવાનો શુ અર્થ છે.

બીજિંગે ફ્રેબુઆરીમાં પોતાના સહયોગી માસ્કોની સાથે મળીને એક નવી વૈશ્વિક વ્યવસ્થાની જાહેરાત કરી છે. પોતાના વિંટર ઓલંપિક ઉદ્‌ઘાટનના દિવસે ચીને જાહેરાત કરી હતી કે રશિયાની સાથે ભાગીદારીની તેમની કોઈ સીમા નથી. આ સાથે ચીને રશિયાને પશ્ચિમ વિરુદ્ધ અને વધારે સહયોગ કરવાનુ વચન પણ કર્યુ. ત્યારથી ચીને યુક્રેન પર રાષ્ટ્રપતિ પુતિનના હુમલાની નિંદા પણ કરી નથી.

પીરિયસમાં બંદર વિસ્તારના કારણે કથિત પર્યાવરણને થયેલા નુકસાને સ્થાનિક લોકોને ચીની કંપની કોસ્કોના માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે પ્રેરિત કર્યા છે. સ્થાનિક લોકોની ચિંતા છે કે સમુદ્ર તળની ડ્રેજિંગ, ઝેરીલા પ્રદૂષણની સાથે સાથે સમુદ્ર અને જમીન બંને પર ટ્રાફિક વધી ગયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.