Western Times News

Gujarati News

વાપીમાંથી ૧.૬૦ કરોડના કેમિકલ ચોરીનો ભેદ ઉકેલાયો

વાપી, વાપીમાંથી થયેલ કરોડો રૂપિયાની કેમિકલ ચોરીનો પર્દાફાસ થયો છે. કરોડો રૂપીયાની કેમિકલ ચોરનો ભેદ ઉકેલી નાખવામાં વડોદરા એલસીબી પોલીસને સફળતા સાંપડી છે. કેમિકલ ચોરીની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધરી આ પ્રકરણમાં સંડોવાયેલ ૯ આરોપીઓને પકડી પાડ્યા છે.

જેની પૂછપરછમાં આ આરોપીઓ કંપનીમાં જ કામ કરતાં કામદારો જ હોવાનું સામે આવ્યું છે. પોલીસે અત્યંત ઘાતક ગણાતા કેમિકલનો ૧ કરોડ ઉપરાંતનો મુદામાલ કબજે કરી આરોપીઓ વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાપી જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાંથી ૧.૬૦ કરોડના કેમિકલ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.

રિકટર થેમિસ મેડિકેર નામની કંપનીમાંથી કેમિકલના જંગી જથ્થાની ચોરી થયાની સ્થાનિક પોલીસ મથકમાં કંપનીના સબંધિત વિભાગ સત્તાવાળાઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કંપનીમાં બે દિવસ અગાઉ રૂપિયા ૧.૬૦ કરોડની કિંમતના ૫૬ કિલોથી વધુનું પેલેડિયમ કેમિકલ ચોરી થયું હતું.

આ ફરિયાદને લઈને પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. વલસાડ ન્ઝ્રમ્ પોલીસની તપાસ દરમિયાના આરોપીની સુધી પહોંચવા પોલીસને મહત્વની કળી મળી હતી. જેને પગલે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આ પ્રકરણમાં કસૂરવાસ ૯ આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસ ઝપટે ચડેલ આરોપીની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવી છે.

જેમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાં રાજકુમાર રાજપૂત અને પ્રમોદકુમાર સિંગ રાજપૂત તથા નરેન્દ્ર ભાનસિંગ આ કંપનીમાં જ કામ કરતા હતા.તેઓ જાણતા હતા કે કંપનીમાં વપરાતું પેલેડિયમ કેમિકલ ખૂબ જ કીમતી છે. આથી તેમના અન્ય સાગરિતો સાથે મળી અને કંપનીમાંથી આ કેમિકલ ચોરવાનો પ્લાન બનાવ્યો હતો.

આરોપીઓએ આ કેમિકલ ચોરી કરવા અગાઉથી ફૂલ પ્રૂફ પ્લાન બનાવ્યો હતો.જે અંતર્ગત એક દિવસ અગાઉ જ આરોપીઓએ કંપનીમાં પેલેડિયમ કેટલિસ્ટ કેમિકલના સ્ટોર રૂમના તાળા જ બદલી નાખ્યા હતા.અને તેની ચાવી ચોરી લીધી હતી. આથી તેઓ કંપનીમાં ઘુસી અને સરળતાથી પેલેડિયમના સ્ટોર રૂમ સુધી પહોંચી અને ચોરવામાં સફળ રહ્યા હતા.

આથી પોલીસ તમામ દિશામાં તપાસ હાથ ધરી એક કરોડ આઠ લાખથી વધુની કિંમતના મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં કંપનીમાંથી ચોરી થયેલા ૨૭ કિલો પેલેડિયમ કેમિકલ ,૨૬ લાખ ૩૭ હજાર રૂપિયા રોકડા ,૧૦ મોબાઈલ, ૨ કાર અને મોપેડ મળી અંદાજે એક કરોડ આઠ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં પોલીસને સફળતા મળી છે.

આ પેલેડિયમ કેમિકલ જાે કોઈ અસામાજિક તત્વો સુધી પહોંચી જાય તો અત્યંત જાેખમી અને ઘાતક સાબિત થઈ શકે છે.. કારણ કે તેનો વિસ્ફોટમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે. આથી પોલીસે બનાવને ગંભીરતાથી લઇ જેમ બને તેમ જ ઝડપી આરોપીઓ ને ઝડપી લીધા છે અને એક સંભવિત ગુન્હા ને સમયસર ઉકેલી નાખ્યો છે ..SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.