Western Times News

Gujarati News

૨૦૦ જેટલા આતંકીઓ સરહદ પારથી ભારતમાં ઘૂસવાનો પ્રયાસ, અમરનાથ યાત્રા પહેલા સેના એલર્ટ

નવીદિલ્હી, અમરનાથ યાત્રા શરૂ થતા પહેલા સેનાએ કાશ્મીરમાં મોટા આતંકી ઘૂસણખોરીની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શુક્રવારે જણાવ્યું હતું કે આતંકવાદીઓની ઘૂસણખોરીની ઘટનાઓ ખૂબ જ ઝડપથી ઘટી છે પરંતુ લગભગ ૨૦૦ આતંકવાદીઓ સમગ્ર ખીણમાંથી ઘૂસણખોરી કરવાની રાહ જાેઈ રહ્યા છે.

અંકુશ રેખા પર સુરક્ષાને લઈને પૂછવામાં આવેલા એક પ્રશ્નમાં તેમણે કહ્યું કે લગભગ ૨૦૦ આતંકવાદીઓ એલઓસી પર ભારતમાં ઘૂસણખોરી કરવાની રાહ જાેઈ રહ્યા છે.

જાેકે, તેમણે એમ પણ કહ્યું કે ઘૂસણખોરીની કોઈ ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઘૂસણખોરી અટકાવવા માટે, કોઈપણ ઘૂસણખોરીને રોકવા માટે સંરક્ષણના બીજા સ્તરમાં અનામત પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા ૧૨ મહિનામાં એલઓસી પર માત્ર બે કે ત્રણ યુદ્ધવિરામની ઘટનાઓ બની છે. તેણે એ પણ જણાવ્યું કે એલઓસીની આજુબાજુ ૬ મોટા આતંકી લોન્ચ પેડ અને ૨૯ નાના આતંકી કેમ્પ છે. આ તમામ આતંકી કેમ્પ પાકિસ્તાન આર્મીના કેમ્પની નજીક છે.

લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાની સેના પર આતંકવાદીઓને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સીઓ આ આતંકવાદીઓને શક્ય તમામ મદદ કરી રહી છે.

લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે ઘૂસણખોરી માત્ર પર્વતીય વિસ્તારો અને જંગલોના માર્ગોથી જ થતી નથી પરંતુ જમ્મુ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ સિવાય પંજાબ અને નેપાળમાંથી પણ થાય છે.

તેમણે કહ્યું કે સેનાનું લક્ષ્ય આ ઘૂસણખોરોને વહેલી તકે ઓળખીને ખતમ કરવાનું છે. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ એમ પણ જણાવ્યું કે હાલમાં ઘાટીમાં લગભગ ૪૦ થી ૫૦ આતંકવાદીઓ સક્રિય છે જે સ્થાનિક છે.

આ સિવાય કેટલાક પાકિસ્તાની આતંકવાદીઓ પણ ઘાટીમાં મોજૂદ છે, જેમની સંખ્યાનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. ઓફિસર જનરલના જણાવ્યા અનુસાર ઘાટીમાં અત્યાર સુધીમાં ૨૧ વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.