Western Times News

Gujarati News

દિલ્હી ૧૧૭ રનમાં ઓલ આઉટ, ચેન્નઈનો ભવ્ય વિજય

ચેન્નઈની જીત સાથે પોઈન્ટ ટેબલમાં ફેરફાર થયો

શિવમ દુબેએ ૧૯ બોલમાં ૩૨ રન બનાવ્યા હતા તેમજ રાયડુ પાંચ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

નવી દિલ્હી,મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાયેલ આઈપીએલની ૫૫મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ર્નિણય કર્યો હતો. પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ચેન્નઈ સુપરકિંગ્સની ટીમે ૨૦ ઓવરના અંતે ૬ વિકેટ ગુમાવીને ૨૦૮ રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી ઓપનર ડેવોન કોન્વેએ ૮૭ રનોની વિસ્ફોટ ઈનિંગ્સ રમી હતી. જાે કે, વિશાળકાય સ્કોરનો ચેઝ કરવા ઉતરેલી દિલ્હીની ટીમ ૧૧૭ રનોમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આમ ચેન્નઈનો ૯૧ રનોથી ભવ્ય વિજય થયો હતો.

ચેન્નઈ માટે ભલે સિઝનની શરૂઆત ખરાબ રહી હોય, પણ ચાર વખતની ચેમ્પિયન ટીમે દિલ્હી સામે સિઝનની સૌથી મોટી જીત હાંસલ કરી પ્લેઓફની આશા જીવંત રાખી છે. ડેવોન કોન્વેએ સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી. મેચના થોડા કલાકો પહેલાં જ દિલ્હીની ટીમના નેટ બોલરને કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. તેમ છતાં દિલ્હીની ટીમ મેદાનમાં ઉતરી હતી. જાે કે, ૨૦૯ રનોનો લક્ષ્યાંક ચેઝ કરતાં દિલ્હીની ટીમની ખરાબ શરૂઆત થઈ હતી. વોર્નર ૧૯ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

જ્યારે શ્રીકાર ભરત ૮ રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે મિશેલ માર્શ ૨૫ રન બનાવી તો પંત ૨૧ રન બનાવી આઉટ થયો હતો. રોમેન પોવેલ ૩ રન તો, રિપલ પટેલ ૬ રન, અક્ષર પટેલ ૧ રન બનાવી આઉટ થયો હતો. શાર્દુલ ઠાકુર ૨૪ રન બનાવી આઉટ થયો હતો. કુલદીપ યાદવ ૫, નોર્ત્‌ઝે ૧ તો ખલીલ અહેમદ ૦ રન બનાવી આઉટ થયો હતો. દિલ્હીની ટીમ ૧૭.૪ ઓવરમાં જ ૧૧૭ રન બનાવી ઓલ આઉટ થઈ ગયું હતું. ચેન્નઈ તરફથી મોઈન અલીએ ૩ વિકેટ ઝડપી હતી, જ્યારે મુકેશ ચૌધરી, સિમરજીત સિંહ અને બ્રાવોએ ૨-૨ વિકેટ ઝડપી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ચેન્નઈની ટીમને ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોન્વેએ શાનદાર શરૂઆત અપાવી હતી. ગાયકવાડે ૩૩ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ સિક્સની મદદથી ૪૧ રન બનાવ્યા હતા. જ્યારે કોન્વેએ આજે આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે ૪૯ બોલમાં ૭ ચોગ્ગા અને ૫ સિક્સની મદદથી ૮૭ રન બનાવ્યા હતા. આ ઉપરાંત શિવમ દુબેએ ૧૯ બોલમાં ૩૨ રન બનાવ્યા હતા. રાયડુ ૫ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ધોનીએ ૮ બોલમાં ૨૧ રન ફટકારી અણનમ રહ્યો હતો. મોઈન અલી ૯ રન બનાવી, ઉથપ્પા ૦ રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. બ્રાવો ૧ રન બનાવી અણનમ રહ્યો હતો. દિલ્હી તરફથી નોર્ત્‌ઝેએ ૩ વિકેટ ઝડપી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.