Western Times News

Gujarati News

તાજમહેલના વિવાદ વચ્ચે એલોન મસ્કનું ટિ્‌વટ,મેં તાજમહેલ જાેયો,જે ખરેખર વિશ્વની અજાયબી છે’

નવીદિલ્હી, ટેસ્લાના માલિક એલોન મસ્કએ ૯ મેના રોજ તાજમહેલ વિશે ટિ્‌વટ કરીને કહ્યું, ‘આ અદ્ભુત છે, મેં ૨૦૦૭માં મુલાકાત લીધી હતી અને તાજમહેલ પણ જાેયો હતો, જે ખરેખર વિશ્વની અજાયબી છે.’ તેના પર ઘણા લોકો એલોન મસ્કને મંદિરોની સુંદરતા બતાવવા લાગ્યા.

વિશ્વની ૭ અજાયબીઓમાંનો એક તાજમહેલ હાલમાં અલગ-અલગ કારણોસર હેડલાઇન્સમાં છે. ભારતીય જનતા પાર્ટીના એક નેતા તાજમહેલના ઈતિહાસને લઈને કોર્ટમાં પહોંચ્યા છે.

દાવો છે કે તાજમહેલનું સત્ય ૨૨ રૂમની અંદર બંધ છે, જાે આ રૂમ ખોલવામાં આવે તો અલગ જ સત્ય બહાર આવશે. દરમિયાન, તાજમહેલ વિશે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કનું એક ટિ્‌વટ વાયરલ થઈ રહ્યું છે, જે તેણે ૯ મે, સોમવારે કર્યું હતું.

ટેસ્લાના માલિક એલોન મસ્ક, જેમણે તાજેતરમાં માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટિ્‌વટર ખરીદ્યું છે, તેણે ૯ મેના રોજ તાજમહેલ વિશે ટિ્‌વટ કરીને કહ્યું, ‘આ અદ્ભુત છે, મેં ૨૦૦૭માં મુલાકાત લીધી હતી અને તાજમહેલ પણ જાેયો હતો, જે ખરેખર વિશ્વની અજાયબી છે. .’

એલોન મસ્કે આ ટ્‌વીટ એક ફોટોના જવાબમાં કરી હતી, જે આગ્રાના લાલ કિલ્લાની જણાવવામાં આવી રહી હતી. એલોન મસ્કની ટ્‌વીટ પર કોમેન્ટ્‌સનું પૂર આવ્યું અને લોકો તેને દેશના મંદિરોની સુંદરતા વિશે કહેવા લાગ્યા.

વાસ્તવમાં, વિશ્વની સૌથી સુંદર ધરોહરોમાંના એક તાજમહેલના ઈતિહાસને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તાજમહેલમાં શિવ મંદિરનો મુદ્દો ફરી ગરમાયો. તે મુજબ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં અરજી દાખલ કરવામાં આવી છે.

અરજીમાં તાજમહેલના ૨૨ બંધ ઓરડાઓ સાથે જાેડાયેલા રહસ્યો પરથી પડદો ઉઠાવવાની માંગ કરવામાં આવી છે. મોટી વાત એ છે કે તાજમહેલમાં મંદિર હોવાના દાવાને ભાજપના નેતાએ હવા આપી દીધી છે.

ભાજપના નેતાની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “આદરપૂર્વક રજૂ કરવામાં આવે છે કે ઘણા વર્ષોથી એક વિવાદ ચરમસીમા પર છે જે તાજમહેલ અથવા તેજાે મહાલય સાથે સંબંધિત છે.”

કેટલાક હિંદુ જૂથો અને જાણીતા સંતો આ સ્મારકને જૂના શિવ મંદિર તરીકે દાવો કરી રહ્યા છે જેને ઘણા ઇતિહાસકારો અને તથ્યો દ્વારા સમર્થન મળે છે, જાેકે ઘણા ઇતિહાસકારો તેને મુગલ સમ્રાટ શાહજહાં દ્વારા બાંધવામાં આવેલ તાજમહેલ માને છે. કેટલાક લોકો એવું પણ માને છે કે તેજાે મહાલય અથવા તાજમહેલ એક જ્યોતિર્લિંગ એટલે કે ઉત્કૃષ્ટ શિવ મંદિરોમાંથી એક હોવાનું જણાય છે.

એક રિપોર્ટ અનુસાર, તાજમહેલમાં મુખ્ય સમાધિ અને ચમેલીના માળની નીચે ૨૨ રૂમ છે. આ એ જ ૨૨ રૂમ છે, જે છેલ્લી વખત ૧૯૩૪માં ખોલવામાં આવ્યા હતા, એટલે કે આ રૂમ આઝાદી પહેલા ખોલવામાં આવ્યા હતા અને ૨૨ રૂમ આઝાદી બાદ ખોલવામાં આવ્યા નથી.

એક દાવા મુજબ તમામ ૨૨ રૂમ મુગલ કાળથી બંધ છે. વર્ષ ૧૯૩૪માં પણ તેઓ માત્ર તપાસ માટે જ ખોલવામાં આવ્યા હતા પરંતુ રેકોર્ડમાં તેનો ઉલ્લેખ નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.