Western Times News

Gujarati News

મોડાસામાં ફાયર બ્રિગેડની નિષ્ક્રિયતાથી પ્રજામાં રોષ ફેલાયો

પ્રતિકાત્મક

મોડાસા, મોડાસા શહેરના હંગામી બસ સ્ટેન્ડ નજીક ખુશ્બુ મેટરનેટી હોમ હોસ્પિટલ અને સહકાર જીન વચ્ચે આવેલ પ્લાસ્ટીકના શેડમાં આગ લાગી હતી. મોડાસા ફાયરબ્રીગેડના અધિકારીને લોકોએ સતત ટેલીફોનીક સંપર્ક કરવા છતાં ફોન ઉપાડવાની તસ્દીન લેતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.

જાગૃત નાગરીકોને પાલીકાના અન્ય કર્મચારીઓને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે પહોચી ફાયરબ્રીગેડ મંગાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં આગ લાગે ત્યારે મોડાસા નગરપાલિકામાં ફાયરબ્રીગેડની મદદ લેવામાં આવે છે. રવીવારે રાત્રીના ૧૦ વાગ્યાના સુમારે હંગામી બસ સ્ટેન્ડ નજીક પ્લાસ્ટીકના શેડમાં આગ ભભૂકી હતી.

સ્થાનીક લોકોએ ફાયર બ્રીગેડના અધિકારીને સતત ટેલીફોનીક સંપર્ક કરવા છતાં અધિકારીએ ફોન ઉપાડવાની તસ્દી ન લીીધી અને વધુ પ્રસ્રતા લોકોમાં ભારે ગુસ્સો જાેવા મળ્યો હતો. પાલિકાના અન્ય કર્મચારીઓએ શહેરની જવાબદારી અને કામગીરી પ્રત્યે નિષ્ષ્ઠા દાખવી ઘટનાસ્થળે પહોચી ફાયર બ્રીગેડ ટીમને બોલાવી હતી.

એક કલાક પછી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોચી અડધા કલાક પછી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાની ઘટનામાં મોટી દુર્ઘટના ટાળી હતી.

મોડાસા નગરપાલિકા તંત્રના ફાયર બ્રીગેડનો આગ લાગે ત્યારે ઈમરજન્સી સંપર્ક નંબર લોકો પાસે ન હોવાથી ફાયરબ્રીગેડના અધિકારીનો સંપર્ક કરવો પડતો હોવાથી લોકોએ નગરપાલિકા તંત્રએ કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જીત આફત આવી પડે ત્યારે મદદરૂપ થવા માટે હેલ્પ લાઈન નંબર જાહેર કરી શહેરીજનોમાં જનજાગૃતિ લાવવી ખૂબ જ આવશ્યક હોવાની લોક માંગ પ્રબળ બની છે.

હાલમાં જ મોડાસા નગરપાલિકા ફાયરવિભાગ દ્વારા ફાયર સપ્તાહની ઉજવણી કરવામાં આવી પણ લોકો સધી ફાયર વિભાગનો નંબર પહોચ્યો નથી, જાે પહોચ્યો હોત તો સીધી હેલ્પ લાઈન નંબર લોકો લગાવતા અધિકારીનો નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.